ખેતીવાડી બાગાયત વિભાગના અબૅન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના હેઠળ શ્યામ મહિલા મંડળ ની બહેનો એ તાલીમ લીધી
તા. 24-09-24 ને મંગળવાર ના રોજ શ્યામ વાડી ખાતે ખેતીવાડી ખાતા ના બાગાયત વિભાગ દ્વારા અબૅન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના હેઠળ બહેનો માટે એક તાલીમ વગૅ યોજાયો હતો જેમાં કિચન ગાડૅન વિષે ની જાણકારી બાગાયત વિભાગ ના નાયબ નિયામક શ્રી મનોજભાઈ અગ્રવાલ, અધિકારી શ્રી રાજેશભાઇ ચૌહાણ, ખ્યાતિ બેન કવા, રક્ષિતાબેન,ઋતિકાબેન કાપડિયા વગેરે દ્વારા આપવામાં આવી હતી જેમાં ગુ. ક્ષ. ક. સમાજ દ્વારા સંચાલિત શ્યામ મહિલા મંડળ ની 50 બહેનો એ ભાગ લીધો હતો જેમાં મહિલા મંડળ ના હોદેદારો શ્રી રંજનબેન મોરવાડીયા,શ્રી અરૂણાબેન ભાલીયા, છાયાબેન ચોટલીયા, ભાવનાબેન ચાવડા, હર્ષાબેન કાચા, કંચનબેન ચૌહાણ વગેરે બહેનો એ હાજરી આપી હતી. અને કુન્ડા મા છોડ ઉછેર, અગાસીમાં શાકભાજી ઉગાડવા , ઘરની અંદર ફૂલ છોડ અને વેલ વગેરે બાબતો ની તાલીમ આપવામાં આવી હતી. દરેક તાલીમાર્થી બહેનો ને બાગાયત વિભાગ તરફથી પ્રમાણ પત્ર, એક કુન્ડુ અને એક પુસ્તીકા આપવા આવી હતી.
કાયૅક્રમ ને સફળ બનાવવા કન્વિનર શ્રી કિશોરભાઈ ચોટલીયા અને ભરતભાઈ ભાલીયા એ જહેમત ઉઠાવી હતી. કાયૅક્રમ ના અંતે બાગાયત વિભાગ દ્વારા ભોજન ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. કિચન ગાર્ડન તાલિમ વર્ગમાં બહેનોને ખૂબ જ સારી એવી જાણકારી મેળવી હતી કાયૅક્રમ એકંદરે ખૂબ જ સફળ રહ્યો
હતો.
ઉપરોક્ત કાર્યક્રમનુ સંચાલન કિશોરભાઈ ચોટલીયા અને આભાર વિધિ ચાંદનીબેન ચાવડા દ્વારા કરવામાં આવેલ હતી






