Gujarat

કવાંટ ખાતે નીકળેલી તિરંગા યાત્રાથી શહેરના રસ્તાઓ દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યા

૧,૫૦૦ જેટલા નગરજનો અને વિદ્યાર્થીઓ સહભાગી થયા
 દેશનો દરેક નાગરિક હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની ઘર ઘર તિરંગો લહેરાવીને એકતા, સમરસતા તથા રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવવા માટે હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ અભિયાન અંતર્ગત કવાંટ ખાતે ભવ્ય તિરંગા રેલી યોજાઈ હતી. આ રેલીમાં અંદાજીત ૧,૫૦૦ જેટલા નાગરિકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. સમગ્ર શહેરના રસ્તાઓ દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર