Gujarat

યાત્રાધામ અંબાજી મંદિરના શિખર ઉપર યાત્રાળુઓ દ્વારા ચડાવવામાં આવતી ધ્વજાના ચાર્જ બાબતે મંદિર ટ્રસ્ટની સ્પષ્ટતા જૂની પદ્ધતિ શરૂ છે

ધજા ચડાવવાની હયાત પદ્ધતિમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી
શક્તિપીઠ અંબાજીમાં દૈનિક ખુબ મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે પધારે છે. યાત્રાળુઓ ધ્વારા શ્રદ્ધાપૂર્વક માતાજીના મંદિર ઉપર ધજા ચડાવવામાં આવે છે. ધજા ચડાવવાની હયાત પદ્ધતિમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી. અગાઉની જે વ્યવસ્થા ચાલી રહી હતી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી. પરંતુ યાત્રિકોની માંગણી અને જરૂરિયાતને ધ્યાને લઇ સુચારુ વ્યવસ્થાના ભાગ રૂપે નવીન વૈલ્પીક વ્યવસ્થા ઉમેરવામાં આવેલ છે.
દુર દુરથી ભક્તિભાવ પૂર્વક મા અંબાના દર્શનાર્થે આવતા યાત્રિકો કોઈ લોભામણી વ્યક્તિઓ ધ્વારા છેતરપિંડીનો ભોગ ના બને અને ધ્વજાની સાઈઝ મુજબ એકસૂત્રતા જળવાય તે હેતુથી મંદિર ટ્રસ્ટ ધ્વારા ધજા ચડાવવા માટે વૈકલ્પીક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ વ્યવસ્થા જો યાત્રિક ઇચ્છે તો લઇ શકે છે.
યાત્રિક ઈચ્છે તો વિધીવિધાન મુજબ દેવસ્થાન ટ્રસ્ટના શિક્ષિત કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા ધજાનું શાસ્ત્રોત પૂજન વિધિ કરાવી શકશે તથા પોતાના પરિવાર સાથે ઢોલ નગારા સાથે ભક્તિભાવ પૂર્વક મા અંબાના શિખરે ધજા ચડાવી શકશે તથા યાત્રિકને આ ધજા ચડાવવા અંગેની ફોટોગ્રાફી પણ મંદિર ટ્રસ્ટ ધ્વારા કરી આપવામાં આવશે અને વોટ્સએપથી યાદગીરી રૂપે ૫- ફોટો મોકલી આપવામાં આવશે.