Gujarat

બોટાદમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મંદિરનો 7 મો વાર્ષિક પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી,

બોટાદમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મંદિરનો 7 મો વાર્ષિક પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી,

સ્વામિનારાયણ ભગવાનને 250 કિલો પુષ્પ અભિષેક કરવામાં આવ્યો, નુતન શેડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું,ભવ્ય અન્નકૂટ યોજાયો,ગૌ પૂજન,સંત પૂજન કરવામાં આવ્યું,વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માન કર્યા,સાંસ્કૃતિક સહીત અનેક કાર્યક્રમ યોજાયા

બોટાદ શહેરમાં ગઢડા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આવેલ મંદિરનો 7 મો વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી વિદ્વાન સંતોની હાજરીમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગુરુકુલ ના પૂજ્ય માધવસ્વામીની અધ્યક્ષતામાં ભવ્ય પાટોત્સવ કાર્યક્રમ યોજાયો.જેમાં આ પાટોત્સવ નિમિત્તે 250 કિલો પુષ્પથી ભગવાન સ્વામિનારાયણનો વેદોક્ત વિધિ સાથે પુષ્પા અભિષેક કરવામાં આવ્યો, ગુરુકુળ ની અંદર ગૌશાળામાં 50 બાય 100 નો નવો શેડ બનાવવામાં આવ્યો જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ,ગુરુકુળમાં અભ્યાસ કરતા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ કે જે ધોરણ વાઈજ પ્રથમ નંબર આવ્યો હોય તેઓ ને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા,ગુરુકુલ ના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો, ગૌ પૂજન કરવામાં આવ્યું,સંતોનો પૂજન કરવામાં આવ્યું, વિદ્યાર્થીઓનું પૂજન કરવામાં આવ્યું તેમજ ગુરુકુળમાં આવેલ મંદિરના 7 માં પાટોત્સવ નિમિત્તે ભગવાન સ્વામિનારાયણને વિવિધ જાતની વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આજના આ ભવ્ય પાટોત્સવની ઉજવણીમાં અનેક સંતો મહંતો,આગેવાનો,હરિભક્તો સહિત મોટી સંખ્યામાં ગુરુકુળના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા ભક્તિભાવ અને ઉત્સાહ સાથે સ્વામિનારાયણ ગુરુકુળમાં આવેલ મંદિરના 7 માં પાટોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.

તસવીર:વિપુલ લુહાર,બોટાદ

IMG-20241225-WA0081-2.jpg IMG-20241225-WA0079-0.jpg IMG-20241225-WA0080-1.jpg