Gujarat

દુબઈમાં દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશે

દુબઈમાં દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશે. ેંછઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમે રવિવારે આની જાહેરાત કરી હતી. આ એરપોર્ટ આગામી ૧૦ વર્ષમાં તૈયાર થઈ જશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે તે હાલના દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરતાં કદમાં ૫ ગણું મોટું હશે.

નવા એરપોર્ટનું નિર્માણ ૩ લાખ કરોડ રૂપિયાના ખર્ચે થશે. દુબઈનું નવું એરપોર્ટ કેટલું ભવ્ય હશે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, આ એરપોર્ટ પરથી વાર્ષિક ૨૬ કરોડ મુસાફરો અવરજવર કરશે. જાણો તે કેટલું અલગ અને ભવ્ય હશે. આ એરપોર્ટને અલ મક્તૂમ એરપોર્ટ તરીકે ઓળખવામાં આવશે. એરપોર્ટમાં ૪૦૦ બોર્ડિંગ ગેટ અને ૫ રનવે હશે.

૭૦ ચોરસ કિલોમીટરમાં તૈયાર થનારા આ એરપોર્ટ માટે ૫ પેસેન્જર ટર્મિનલ બિલ્ડીંગ બનાવવામાં આવશે. આગામી ૧૦ વર્ષમાં તે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે અને હવાઈ સેવા શરૂ કરવામાં આવશે. ક્ષમતાના સંદર્ભમાં પણ તે અન્ય એરપોર્ટની તુલનામાં ઘણું સારું હશે. વાર્ષિક ૧૨ મિલિયન ટન કાર્ગોની ક્ષમતા હશે.

UAE ના શાસકે તેમના ટ્‌વીટમાં તેની ઘણી યોગ્યતાઓ ગણાવી છે. ટિ્‌વટ અનુસાર આ એરપોર્ટ દુબઈ એવિએશન કોર્પોરેશનની રણનીતિનો ભાગ હશે. મુસાફરોની સુવિધા માટે અહીં હાલના સમયની શ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

અહીં મુસાફરોને અનેક પ્રકારની સુવિધાઓ મળશે જે કોઈપણ એરપોર્ટ પર પહેલીવાર જાેવા મળશે. આ માટે દુબઈના દક્ષિણ ભાગમાં એક શહેરની સ્થાપના કરવામાં આવી રહી છે. આ શહેર અને એરપોર્ટ દુબઈની જાણીતી કંપનીઓને લોજિસ્ટિક્સ અને એર ટ્રાન્સપોર્ટ સપોર્ટ આપશે. ભવિષ્યના દૃષ્ટિકોણથી આ પ્રોજેક્ટ ખૂબ જ ખાસ હશે.

uae ના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમના જણાવ્યા અનુસાર, આ એરપોર્ટ આગામી પેઢીઓના વિકાસને સુનિશ્ચિત કરશે, તે વિશ્વનું એકમાત્ર એવું એરપોર્ટ હશે જેનું પોતાનું બંદર હશે. તેનું પોતાનું શહેરી હબ અને તેનું પોતાનું વૈશ્વિક કેન્દ્ર હશે. તેનાથી અર્થતંત્રની સાથે વેપારને પણ વેગ મળશે. પ્રવાસન ક્ષેત્રે પણ આ એક મોટો બદલાવ સાબિત થશે.

દેશના સૌથી મોટા એરપોર્ટમાં દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (ૈંય્ૈં), મુંબઈનું છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ, ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને કર્ણાટકનું કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો સમાવેશ થાય છે. ૈંય્ૈં દેશનું સૌથી મોટું એરપોર્ટ છે. વાર્ષિક ૧૦ કરોડ મુસાફરોની ક્ષમતા ધરાવતા આ એરપોર્ટમાં ૭૮ બોર્ડિંગ ગેટ છે. ૪ રનવે છે. તો મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ૭૮ બોર્ડિંગ ગેટ, ૨ રનવે અને ૨૦૮ ચેક-ઈન કાઉન્ટર છે.

ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બે રનવે છે. ઇન્ટરનેશનલ ટર્મિનલ માટે ૬ બોર્ડિંગ ગેટ છે અને ડોમેસ્ટિક ટર્મિનલ માટે ૯ બોર્ડિંગ ગેટ છે કર્ણાટકના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૪૦ ડિપાર્ચર ગેટ છે. તેમાં ૧૦ ઈ-ગેટનો પણ સમાવેશ થાય છે. અહીં ૪૨ એરક્રાફ્ટ પાર્ક કરી શકાય છે. આ સિવાય આઠ એર બ્રિજ છે. જેમાં બસ માટે ડબલ આર્મ અને ૯ રિમોટ છે. જાે આપણે ભારતના ટોચના એરપોર્ટના બોર્ડિંગ ગેટ સાથે તેની સરખામણી કરીએ તો તે સ્પષ્ટ થાય છે કે દુબઈનું અલ મક્તૂમ એરપોર્ટ કેટલું મોટું હશે.