Gujarat

સેલ્ટર હાઉસમાં સ્થળાંતરિત કરાયેલા લોકોને પૂરતું ભોજન ન અપાતું હોવાનાં પણ આક્ષેપો

પોરબંદર શહેરના ખાડી વિસ્તારમાં રહેતા લોકોને ઘરમાં પુરના પાણી ફરી વળતા નજીકની સ્કૂલમાં શરૂ કરાયેલ સેલ્ટર હાઉસમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે.

આ સેંલ્ટર હાઉસમાં રહેતા લોકોને તંત્ર દ્વારા માત્ર બપોરે બટેટાનું શાક અને સાંજે ખીચડી જ આપતા હોવાથી રોષ વ્યક્ત કર્યો હતો તેમજ સવારે પણ ચા અને કોઈ પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના આક્ષેપો કર્યા હતા.

પોરબંદરની ખાડીમાં ઘેડ પંથકના પૂરના પાણી આવતા ખાડી કાંઠે આવેલ કડીયા પ્લોટ,ઝુંડાળા,પુરાઇ માતાજીના મંદિર વિસ્તાર તેમજ ખાપટ વિસ્તારના લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે.આ વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસી જતા તંત્ર દ્વારા તેમનું નજીકની સ્કૂલમાં સેલ્ટર હાઉસ શરૂ કરી ત્યાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

પરંતુ અહીં સ્થળાંતર થઈને આવેલ લોકોને તંત્ર દ્વારા બપોરે માત્ર બટેટાનુ શાક અને સાંજે અપૂરતી ખીચડી જ આપવામાં આવી હોવાના આક્ષેપો કરી રોષ વ્યક્ત કર્યો હતો તેમજ સેલ્ટર હાઉસમાં પણ લાઈટની સુવિધા ન હોવાના આક્ષેપો કર્યા હતા.