સફળતાની કોઈ માસ્ટર કી નથી, સંઘર્ષ પછીનું સત્ય છે સફળતા – એલ.વી.જોશી
સૌરાષ્ટ્ર ઍજ્યુકેશન ટ્રસ્ટ જૂનાગઢની આર્ટસ કોલેજમાં ‘સંકલ્પથી સફળતા’ વિષય પર સેમિનાર સંપન્ન થયો. પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા 200 થી વધારે વિદ્યાર્થિનીઓનો પ્રવેશોત્સવ પ્રિન્સિપાલ ભટ્ટ સાહેબે કંઈક અલગ રીતે જ યોજવાનું નક્કી કર્યું.
રાષ્ટ્રીય એવોર્ડી શિક્ષક અને જાણીતા લેખક એલ.વી.જોશીએ સંકલ્પ, એકાગ્રતા, પુરુષાર્થ, આત્મવિશ્વાસ અને સર્જનાત્મક થકી સફળતાના શિખરો કઈ રીતે સર કરી શકાય એ વિષય પર એમના પોતાના અનુભવનો નિચોડ આપી વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યાં હતાં.
આ કાર્યક્રમનું સંયોજન ડૉ.ભાનુબેન બામરોટિયાએ કરેલ. ઉપરાંત જયેશભાઈ જોટાણીયા, ક્રિષ્નાબેન ચોચા સહિત અધ્યાપક ગણ ઉપસ્થિત રહ્યાં હતાં.
સી. વી. જોશી વિસાવદર



