રાજકોટના કાલાવડ રોડ પર TRP ગેમ ઝોનમાં ગઈકાલે બપોર પછી ભીષણ આગ લાગી હતી. જેમાં 28 લોકો ભડથું થઈ ગયા છે. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ, પોલીસ, કોર્પોરેશનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

જેમ જેમ મોતનો આંકડો વધતો ગયો તેમ તેમ સેવાભાવી લોકો દોડી ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે, ગેમ ઝોન આખો બળીને ખાખ થઈ ગયો હતો. આખી રાત ફાયરબ્રિગેડના જવાનોએ કાટમાળ હટાવવાની કામગીરી કરી હતી, જે કામગીરી હાલ પણ ચાલુ જ છે. ત્યારે ગેમ ઝોનના રાતનાં દર્દનાક દૃશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયાં છે. તંત્રની સાથોસાથ સેવાભાવી લોકો પણ રાતભર જાગીને સેવા આપી હતી.

