Gujarat

છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર કવાંટ બોડેલી પાવીજેતપુર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો

વરસાદના પગલે છોટાઉદેપુર નગરની નિઝામી સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા.
છોટાઉદેપુર જિલ્લામાં અચાનક વાતાવરણ પલટો આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર કવાંટ બોડેલી પાવીજેતપુર સહિત વિસ્તારમાં અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો. એક કલાકના વરસાદે છોટાઉદેપુર સહિત આસપાસના  રોડ રસ્તાઓ પાણી પાણી થયા હતા. છોટાઉદેપુર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ થયો હતો. વરસાદી માહોલને લઈને કપાસ, તુવેર, સોયાબીન , અડદ સહિતના પાકોને નુકસાનની ભીતિ જોવાઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં અચાનક ધોધમાર વરસાદ વરસતા છોટાઉદેપુર નગરની નિઝામી સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયુ હતું. છોટાઉદેપુર નગરની નીઝામી સોસાટીમાં પાણી ભરાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નિઝામી સોસાયટીમાં દર ચોમાસામાં પાણી ભરાવાથી લોકો હેરાન પરેશાન છે.  તંત્ર આ બાબતે ગંભીર નોંધ લઈને કાયમી ઉકેલ કરે તેવી આ સોસાયટીના લોકો માંગ કરી રહ્યા છે.
રેહાન પટેલ છોટાઉદેપુર