જીલ્લાની કુલ ચાર દીકરીઓએ ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ વધાર્યું.
ઉના તાલુકાની ત્રણ દિકરીઓએ રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભ એથલેટિક્સ સ્પર્ધામા ચાર દિકરીઓ વિજેતા બની ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. કોડીનારની સોમનાથ સાયન્સ એકેડમી સ્કૂલમા અભ્યાસ કરતી ઉના તાલુકાની ત્રણ દિકરીઓ જેમાં દેલવાડા ગામે રહેતી દિક્ષિકા માવજીભાઈ વાઢેર, દિશા દિલીપભાઈ ડાભી, અને નિરાલી હરિભાઈ ડોડીયા રહે.અંજાર, તેમજ કાજલ હીરાભાઈ વાજા રહે.ચોરવાડ આ દિકરીઓએ તાજેતરમા નડિયાદ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટ ઓફ ગુજરાત દ્વારા રાજ્ય કક્ષાનો ખેલ મહાકુભનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ખેલ મહાકુભ એથલેટિક્સ સ્પર્ધામાં અંડર 17 વર્ષ સુધી વિભાગની વિદ્યાર્થીઓએ 400 મીટર રિલે દોડમાં ભાગ લીધો હતો. જેમાં ચારેય દિકરીઓ ત્રીજા ક્રમે વિજેતા બની હતી. આ તકે સ્પર્ધામાં તમામ ચારેય દીકરીઓને બ્રોન્ઝા મેડલ પ્રાપ્ત કરવા બદલ સર્ટિફિકેટ અને રકમનો ચેક અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું.

ગીર સોમનાથ જિલ્લા અને ઉના તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. આ તમામ સ્પર્ધકોને તેમના કોચ ગજાનદ મિસ્ત્રી મેનેજર રણજીતભાઈ દાહીંમાં અને સ્કુલ સંચાલક કરશનભાઈ સોલંકીએ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.