પરંતુ રીંછના આતંકના કારણે અસરગ્રસ્ત ૧૦ જેટલા ગામોમાં લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
ગઈકાલે લગામી ગામે વૃક્ષ ઉપર રીંછ દેખાઈ દેતા લોકોના જીવ પડીકે બંધાયા હતા, ગ્રામજનોએ વન વિભાગ અને પોલીસને જાણ કરતા વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને પોલીસ સહિત ૧૫૦ જેટલા કર્મચારીઓ રીંછના રેસેક્યુ માટે પહોચ્યા પરંતુ રેસેક્યુ શરૂ થાય એ પહેલાં જ રીંછે તમામને ચકમો આપી ઝાડ ઉપરથી ઉતરીને ભાગ્યો અને રસ્તામાં એક દિવ્યાંગ વ્યક્તિ ઉપર હુમલો કરી દીધો, રોજેરોજ રીંછના આતંકને લઇ ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને વહેલી તકે વન વિભાગ રીંછને પકડે તેવી માંગ કરી રહ્યા છે

તો બિજીતરફ વન વિભાગ રીંછને પકડવા માટે જહેમત કરી રહ્યું છે સાથે હાલ મહુડાનું ફળ ડોળીની સીઝન હોઈ લોકો રોજગારી માટે ડોળી વીણવા જાય છે અને રીંછ પણ ડોળી ખાવા માટે મહુડાના વૃક્ષો પાસે જતો હોવાથી લોકોને રાત્રે અને વહેલી સવારે ડોળી વીણવા ના જવા અનુરોધ કર્યો છે, વન અધિકારી મુજબ રીંછ માનવ ભક્ષી નથી પરંતુ બીકના મારે લોકો ઉપર હુમલો કરવાનું અનુમાન છે

