અમરેલી જીલ્લાના કોળી ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા ગીરનાર પર્વત ખાતે આવેલ વેલનાથબાપુના સમાધી સ્થાનનો વિકાસ કરવા પ્રવાસન મંત્રી અને પુરવઠા મંત્રીને રજુઆત કરવામાં આવી.
ગિરનાર પર્વત પર વેલનાથબાપુ ની સમાધિ પર દરરોજ હજારો લોકો દર્શન કરવા ઉમટી રહ્યાછે જેના વિકાસની માંગ કરવામાં આવી.
અમરેલી જીલ્લાના સમસ્ત કોળી ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ને સચિવાલય ખાતે રૂબરૂ મળીને તેમજ લેખિત તથા મૌખિક રજુઆત કરીને જૂનાગઢ ખાતે આવેલ સુપ્રસિધ્ધ ગીરનાર પર્વત પર બે હજાર પગથિયાં પાસે આવેલ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ધર્મગુરૂ સંત શિરોમણી વેલનાથબાપુના સમાધી સ્થાન આવેલછે ગીરનાર પર્વત જુનાગઢ ખાતે દર્શને જવા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોય ત્યાં જવા માટે પાકા પગથીયા, લાઈટ, પાણી તથા યાત્રાળુઓને રોકાણ માટે સુવિધા આપવાની માંગ કરવામાં આવેલ સમગ્ર વિશ્વમાં વસ્તા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ધર્મગુરૂ સંત શિરોમણી વેલનાથબાપુના સમાધી સ્થાન ધાર્મિક સ્થાન હોય જ્યાં લાખો લોકો દર્શન કરવા આવતા હોવાથી ગુજરાત સરકારશ્રીના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ સમાવી ગીરનાર પર્વત પ્રોજેકટમાં સમાવવા અને ત્યાં વિકાસના કામો કરવાની માંગ કરવામાં આવી હતી.
અમરેલી જીલ્લાના ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના આગેવાનો વલ્લભભાઈ ઝીંઝવાડીયા સાવરકુંડલા, પૂર્વધારાસભ્ય પરષોત્તમભાઈ સાબરીયા, નટુભાઈ જાસલીયા બાબરા, ભનુભાઈ ડાભી લીલીયા તાલુકા પ્રમુખ, હસુભાઈ ચાવડા સાવરકુંડલા પાલિકા સદસ્ય, વિજયભાઈ કોગતિયા, શિવાભાઈ ગોહિલ, રાજુભાઈ બારૈયા એડવોકેટ વગેરે આગેવાનો દ્વારા જૂનાગઢ ભવનાથ ખાતે આવેલ પવિત્ર ગીરનાર પર્વત પર આવેલ પરમ પૂજ્ય વેલનાથબાપુની સમાધિ સ્થાન અને અને ત્યાં સુધી જવા માટે ના પગથિયાં ને ગિરનાર વિકાસ બોર્ડમાં સમાવેશ કરવાની માંગ પ્રવાસન કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ને રજુઆત કરવામાં આવેલ.
ફોટો / રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી (જર્નાલિસ્ટ)



