સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે આજરોજ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક જાગૃતિ સપ્તાહ અંતર્ગત ગ્રાહક સુરક્ષા સમાપન કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે એફ વાય બી કોમના વિદ્યાર્થીઓ અને વિદ્યાથીંનીઓની તેમજ કોલેજના પ્રિન્સિપાલ રવિયા સાહેબ તેમજ ઉપસ્થિત શિક્ષક ગણની ઉપસ્થિતિમાં ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના રમેશભાઈ હીરાણી, બિપીનભાઈ પાંધી તેમજ હર્ષદભાઈ જોશી સમેત ગ્રાહક સુરક્ષા મંડળની ટીમ દ્વારા ઉપસ્થિત તમામને ગ્રાહક જાગૃતિ સંદર્ભે ગ્રાહક છેતરપીંડીનો શિકાર ન બને તે માટે કેવી બાબતો ધ્યાનમાં રાખવી? તેની તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા પ્રિન્ટેડ પેમ્પલેટનું દરેક વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ વિદ્યાર્થીનીઓએ ખૂબ શાંતિ અને શિસ્તબદ્ધ રીતે ઉપસ્થિત તમામ વકતાઓને સાંભળ્યા હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના કર્મચારીગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી
બિપીન પાંધી સાવરકુંડલા

