પાટણનાં રાજપુર ગ્રામજનો દ્વારા બ્રહ્માણી માતાજીની ટોપલા ઉજાણી યોજાઈ..
પાટણના તાલુકાના રાજપુર ગ્રામજનો દ્વારા બ્રહ્માણી માતાજીની ટોપલા ઉજાણી યોજાઈ હતી.ગામની સુખ શાંતિ અને સમૃધ્ધિ માટે ગામ પાદરે તોરણ બાંધી દૂધની ધારવણી કરી ગામને સુરક્ષા કવચ માટે સુતારના ધાગા ગામ ફરતે બાધવા માં આવ્યા હતા ત્યાર બાદસમગ્ર ગ્રામજનોએ ગામ માં પ્રવેશ કર્યો હતો.
પાટણ ચાણસ્મા રોડ પર આવેલ રાજપુર ગામમાં આવેલ બ્રહ્માણી માતાજીના મંદિર પરિસરમાં ભાદરવા સુદ ચૌદશને મંગળવારે માતાજી ની ભવ્ય ટોપલા ઉજાણી યોજાઈ હતી .જેમાં શહેર માં અને ગામમાં રહેતા તમામ લોકો ના ઘરે મહિલાઓ ખીચડી લાડવા અને ઘી ટોપલામાં મૂકી ગામ માં એકઠા થઈ ઢોલ ના તાલે વાજતે ગાજતે માથા પર ટોપલા લઈ ગામ પાદરે આવેલ માતાજીના મંદિરે પહોંચી નિવેધ કરી પ્રસાદનું વિતરણ કરી ધન્યતા અનુભવી હતી. ગામદેવી દેવતાઓના આશિવાદ રુપે દુધ ની ધારવણી સાથે સુતરના ધાગા થી ગામ ફરતે સુરક્ષા કવચ બાધવા મા આવી હતી.ગામા પાદેર મેળા નો માહોલ જામ્યો હતો.જ્યા ગામ ના બાળકો એ મેળા ની મજા માણી હતી.ત્યાર બાદ રાત્રે જોગણી માતાનો રથ નીકળશે.
રિપોર્ટ.અનિલ રામાનુજ રાધનપુર, પાટણ