Gujarat

અમરેલી આર.ટી.ઓ કચેરી દ્વારા શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ-વંડામાં યોજાયો ટ્રાફિક જાગૃતિ અને સુરક્ષા સેમીનાર

ગુજરાત સરકારના ટ્રાફિક સુરક્ષા અને જાગૃતિ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાંથી શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ-વંડામાં પધારેલ જિલ્લા ટ્રાફિક પી.એસ.આઇ. વી.વી.ગોહિલ સાહેબ, આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર  એમ.વી.શાહ સાહેબ તેમજ આસિસ્ટન્ટ આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર એન.આર.ખીમાણી સાહેબની ઉપસ્થિતિમાં ટ્રાફિક સુરક્ષા અને જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત પધારેલ ટ્રાફિક અધિકારીશ્રીઓનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન શાળાના સ્ટુડન્ટ પોલીસ કેડેટના વિધાર્થીભાઇ બહેનો દ્વારા ટ્રાફિક સુરક્ષા પર વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી.જેમાં મેવાડા મોનિકા પ્રથમ નંબરે, ખસિયા તમન્ના બીજા નંબરે તેમજ સોલંકી ખુશીએ ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. તેમજ ટ્રાફિક ઝુંબેશ અને સલામતી પર ચિત્ર સ્પર્ધાનું આયોજ્ન કરવામાં આવ્યું હતું જેમાં ૫૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જેમા બગડા રોશની પ્રવિણભાઇ પ્રથમ નંબરે, ખેરાળા ધ્રુમિત ઠાકરશીભાઇ બીજા નંબરે તેમજ બાવળીયા અસ્મા ઉસ્માનભાઇએ ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન સ્ટુડન્ટ પોલીસ કેડેટના વિધાર્થી ભાઇ બહેનો દ્વારા ટ્રાફિક નિયમો પર એક ગીત દ્વારા ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો.
 
ત્યારબાદ પધારેલ આર.ટી.અધિકારી  વી.વી.ગોહિલ સાહેબ તેમજ  એમ.વી.શાહ સાહેબે ટ્રાફિક સુરક્ષા અને જાગૃતિ પર ખુબ સરસ જાણકારી આપી હતી.તેમજ સહુને ટ્રાફિક સુરક્ષાના નિયમોના પાલન અંગે શપથ લેવરાવ્યા હતા. તથા તેમના વરદ હસ્તે વક્તૃત્વ તેમજ ચિત્ર સ્પર્ધામાં વિજેતા વિધાર્થી ભાઇ બહેનોને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આચાર્ય સંજયભાઇ ચૌહાણે આ અભિયાન અંતર્ગત સુંદર વકત્વ્ય આપ્યું હતુ.કાર્યક્રમનું સંચાલન  પીયુષભાઇ વ્યાસે કર્યું હતુ. કાર્યક્રમની સફળતા બદલ  જિલ્લા ટ્રાફિક પી.એસ.આઇ. વી.વી.ગોહિલ સાહેબ તથા આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર  એમ.વી.શાહ સાહેબે સહુને અભિનંદન પાઠવ્યા હતા. એમ દીપકભાઈ ઝડફિયાની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી