Gujarat

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ

નેશનલ હાઇવે નંબર 48 પર અંકલેશ્વર નજીક ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અંકલેશ્વર નજીક હાઇવે પર ચારથી 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કરતાં લાગી છે.

અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક હાઇવેના બિસ્માર બનેલા માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ટ્રાફિકજામના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે.

ટ્રાફિકજામના પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા. સુરત તરફ જતી લેનમાં અંકલેશ્વરની વાલીયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ત્યારે ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીઓએ વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવવા કવાયત શરૂ કરી છે.