પર્યાવરણની જાળવણી તથા ધરતીને હરિયાળી બનાવવાનાં ભાગરૂપે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ઝઘડિયા જીઆઇડીસી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વન સંરક્ષણ અધિકારી હેમંત કુલકર્ણીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અંકલેશ્વરનાં પ્રેસિડન્ટ સુનિલ નેવે, સેક્રેટરી વલ્કેશ પટેલ, ઇનર વ્હીલ પ્રેસિડન્ટ હર્ષા જકાસણીયા, પ્રોજેક્ટ ચેરમેન સંજય કોકરે, કો-પ્રોજેક્ટ ચેરમેન અમૃત સાલુંકે, રોટરેક્ટ ક્લબ, નિરમા યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ સહિત સિનિયર રોટેરિયનો ઉપસ્થિત રહ્યાં હતાં.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2024/07/IMG-20240707-WA01372-1210x642.jpg)