Gujarat

બોટાદ મુક્તિધામ ખાતે વૃક્ષ પૂજન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

બોટાદ મુક્તિધામ ખાતે વૃક્ષ પૂજન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

કવિવર બોટાદકર ની જન્મ ભૂમિ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ની કર્મ ભૂમિ બોટાદ નગરે સમગ્ર શહેરીજનો અને વિવિધ સંસ્થાઓ ના સહયોગ થી મુક્તિધામ ના સ્વપ્નદ્રષ્ટા – પ્રણેતા જાયન્ટ્સ સંસ્થા ના સી.એલ.ભીકડીયા ના અથાગ પ્રયત્ન થી સુંદર હરિયાળું મુક્તિધામ નિર્માણ પામેલ છે
આજ તા. ૪/૬૮/૨૪ ના રોજ ના બોટાદ મુક્તિધામ પરિસર બહાર નદી ના કાંઠે આસોપાલવ તથા પામ ના ૧૨ ફૂટ ઉંચા રોપા નું રોપણ કરવામાં આવેલ .પ્રથમ વૃક્ષો નું પૂજન કરી બોટાદ બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર ના બી.કે.નિતા બેન તથા બી.કે.વર્ષા બેન ના વરદ હસ્તે વૃક્ષા રોપણ કરવામાં આવેલ.
વૃક્ષા રોપણ માટે પીંજરા બોટાદ નગરપાલિકા દ્વારા ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા ની ગ્રાન્ટ માંથી ફાવવવા માં આવેલ. જ્યારે મિશન ગ્રીન બોટાદ દ્વારા ટ્રેકટર મશીન દ્વારા ખાડા ગાળવાનો સહયોગ પ્રાપ્ત થયેલ.
આ પ્રસંગે બોટાદ બ્રહ્માકુમારીઝ ના બી.કે.નિતા બેન , બી.કે.વર્ષા બેન , મુક્તિધામ ના પ્રણેતા ચેરમેન – ગ્રીન મેન સી.એલ.ભીકડીયા , પરસોત્તમ ભાઈ , મિશન ગ્રીન બોટાદ સંસ્થા ના પ્રદિપ ભાઈ જોશી તથા કિરણ બેન વગેરે ઉપસ્થિત રહેલ.

IMG-20240806-WA0064-1.jpg IMG-20240806-WA0063-2.jpg IMG-20240806-WA0065-0.jpg