જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુરના સહયોગથી આજે ભારતીય લશ્કરમાં “અગ્નિવીર” તરીકે ભરતી થવા ઈચ્છતા આદિજાતી યુવાનો માટે આદિજાતી વિભાગ,ગુજરાત સરકારની સ્પોન્સરશીપ અને રાષ્ટ્રીય રક્ષા યૂનિવર્સિટીના સયુક્ત ઉપક્રમે લશ્કરમાં અગ્નિવીરની ભરતી માટેની શારિરીક તેમજ લેખિત પરિક્ષાની તૈયારી કરવા માટેની ૭૫ દિવસની મફત નિવાસી તાલીમ લેવા ઇચ્છુક યુવાનો માટે ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ૧૫૦ યુવાનો હાજર રહ્યા હતાં. જેમાંથી ૧૨૦ યુવાનોએ પરીક્ષા ઓનલાઈન આપી હતી. આ પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોની મેરીટના આધારે પસંદગી કરવામાં આવશે. મેરિટમાં આવનાર ઉમેદવારોને રક્ષા યુનિવર્સિટી ખાતે ૭૫ દિવસની લશ્કરમાં જોડાવા માટેની શારીરિક તેમજ લેખિત પરીક્ષાની નિવાસી તાલીમ આપવામાં આવશે. જેમાં તાલીમાર્થીઓને વિનામૂલ્યે રહેવા અને જમવાની સુવિધા આપવામાં આવશે.

