Gujarat

હર ઘર તિરંગા વિતરણ કાર્યક્રમ અંતર્ગત સલાયામાં યોજાયો તિરંગા વિતરણ કાર્યક્રમ

હર ઘર તિરંગા વિતરણ કાર્યક્રમ અંતર્ગત સલાયામાં યોજાયો તિરંગા વિતરણ કાર્યક્રમ

સમગ્ર દેશ જ્યારે સ્વતંત્ર દિવસ નિમિતે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈ રહ્યું છે. ઠેર ઠેર તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે સલાયામાં પણ તિરંગા વિતરણ નું સુંદર આયોજન કરેલ હતું જેમાં સલાયા ના બંદર રોડ ,તથા બેઠક રોડ ઉપર તિરંગા વિતરણ કાર્યક્રમ સલાયા શહેર ભાજપ નાં મહામંત્રી લાલજીભાઈ ભૂવા દ્વારા યોજાયો હતો.જેમાં પૂર્વ શહેર પ્રમુખ અરવિંદભાઈ ભટ્ટ તથા મુસ્લિમ સમાજના ધર્મગુરૂ અબુ ડાડા તેમજ પાળેશ્વર મહાદેવ મંદિરના મહંત પ્રવીણગિરિ મારાજ તેમજ માછીમારો સહિત ના લોકો જોડાયા હતા.આ કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું.

IMG-20240814-WA0036-0.jpg IMG-20240814-WA0035-1.jpg