Gujarat

તુમ મુજે યુ ભુલા ના પાઓંગે… જબ કભી ભી સુનોગે ગીત મેરે સંગ સંગ તુમ ભી ગુન ગુનાઓગે..

એ સ્વરકલાનાં માણીગર અને આમ કહીએ તો સ્વરસપ્તકનાં માલિક મહંમદ રફીનાં ૧૦૦ માં જન્મ દિવસ નિમિત્તે કેટલીક વિસરાયેલી યાદોંનેં સમર્પિત.. સાવરકુંડલા કલાપ્રેમી જગતની શત શત વંદના..
સાવરકુંડલાના સ્વરસાધના ગ્રુપ દ્વારા સાંજે સાત વાગ્યે મહમદ રફી સાહેબના ગીતો કરાઓકે ધૂન પર ગાઈને રફી સાહેબની યાદોને વાગોળવાનો કાર્યક્રમ યોજાશે
મહાન ગાયક મહંમદ રફીનો આજે ૧૦૦ મો જન્મ દીવસ છે અને દુનિયા રફી સાહેબને ક્યારેય ભૂલી શકે તેમ નથી . આ મહાન ગાયકને એટલે જ વિશ્વ આજે અંજલિ અર્પણ કરી રહ્યું છે ખાસ કરી અમરેલી જિલ્લામાં પણ રફી સાહેબના વિશેષ ચાહકો છે જે રફીના ગીતો દિન રાત ગણગણ્યા  કરે છે જેથી રફી સાહેબ કાયમ આપણી સાથે હોય તેવું લાગે છે.
ઓ દુનિયા કે રખવાલે જ્યારે રફી સાહેબ દ્વારા રેકોર્ડિંગ કરાયું તો રફી સાહેબને લોહીની ઉલટી થઈ હતી મતલબ આ ગીતમાં તેમણે જાન રેડી દીધી જેથી સંગીતકાર નૌશાદ સાહેબ અને ગીતકાર શકીલ બદાયુંએ રફીની પીઠ થાબડી હતી અને આ ગીત આજીવન અમર થશેનું જણાવ્યું હતું ત્યારે રફી સાહેબ વ્યક્તિગત  માનવતાવાદી હતા અને સતત ગરીબોનું ધ્યાન રાખતાં. હાલ જે તેના દીકરાઓ પણ આ વિરાસતને જાળવી છે.
તો રફી સાહેબના દિવાના અમરેલી જિલ્લામાં પણ રફીના અવાજમાં જીવંત છે ખાસ કરી સિકંદર પઠાણ હાલ રફીનો વારસો જાળવીને બેઠા છે તેવીજ રીતે સાવરકુંડલાના સ્વ. રજનીભાઈ જાદવ પણ રફીના અનોખા ચાહક હતા. તો અમી ચેરીટેબલ ટ્રસ્ટના હાજી ગફારભાઈ જાદવ, અબ્દુલભાઈ ચાંદ, વારીસભાઈ તેમજ હિતેશ સરૈયા અમરેલીના ડો.ભરત કાનાબાર સાહેબ સહિતના અનેક ચાહકોએ હાલ પણ રફીના ગીતોને ગુનગુનાવી રફીના કલા  વારસાને જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આ સદીના મહાન ગાયક જે પણ દુનિયામાં હોય તેને સો સો સલામ છે… અંતમાં નફરત કી દુનિયાકો છોડકર પ્યાર કી દુનિયામેં ખુશ રહેના મેરે યાર.. આજે પણ એવા અવિસ્મરણીય ગીતો જગતનાં કલાપટ પર ગુંજી રહ્યાં છે અને સદાય ગુંજતા રહેશે. સાવરકુંડલાના પત્રકાર જગતનાં ફારૂક કાદરી, દિલીપ જીરૂકા, સોહિલ શેખ, નાસીર ભઈમ ચૌહાણ, મહેન્દ્રભાઈ બગડા, બિપીનભાઈ પાંધી, દીપકભાઈ પાંધી વગેરેએ રફી સાહેબના અમર ગીતોને વાગોળી એ યુગના ભવ્ય વારસાને જીવંત રાખવા પ્રયાસ કરતાં જોવા મળ્યા
બિપીન પાંધી સાવરકુંડલા