મેંદરડા માં એક કલાકમાં પોણા બે ઇંચ ધોધમાર વરસાદ મેંદરડા મધ્યમાં પસાર થતી મધુવંતી નદીમાં ઘોડાપુર આવ્યું લોકોમાં હરખની હેલી
મેંદરડા માં આજે અસહ્ય ગરમીના ઉકળાટ બાદ બપોર પછી વાતાવરણમાં પલટો આવતા એક કલાકમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ થવા પામેલ હતો મેંદરડા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ એક થી બે ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો ત્યારે મધુવંતી ડેમ નીચે આવતા ગામડાંઓ માં વરસાદ થતા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને મેંદરડા મધ્યમાંથી પસાર થતી મધુવંતી નદીમાં ખૂબ મોટા પ્રમાણમાં જળપ્રવાહ જોવા મળ્યો હતો અને નવા નીર ના લોકો દ્વારા વધામણા કરવામાં આવેલ હતા
મેંદરડા અને ગ્રામ્ય વિસ્તારો સહિત 1 થી 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો ત્યારે આજે મેંદરડા શહેરમાં 42 મીમી અને અગાઉ 91 મીની વરસાદ ખબક્યો હતો ત્યારે ચાલુ સિઝનનો કુલ વરસાદ 133 મીની આશરે સવા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયેલ હતો
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


