Gujarat

સ્કુલેથી પરત ફરતી બાળકીઓ સાથે છેડતી કરનાર બે નબીરા ઝડપાયા

ગણતરીના કલાકોમાં બે રોમિયોને ઝડપી પાડી જેલ હવાલે કરતી રંગપુર પોલીસ.
 છોટાઉદેપુર તાલુકાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાળાએ જતી  બાળકીઓની છેડતી કરનાર બે સંજય ઉર્ફે સચીનભાઇ નમલીયાભાઇ રાઠવા અને સરતાનભાઇ સાંતીયાભાઇ રાઠવા નબીરાઓને રંગપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના હવાલે કર્યા છે. છોટાઉદેપુરમાં રાઠ વિસ્તારમાં આ છેડતીનો બનાવ બન્યો હોય જે બાબતે પોલીસે ગંભીર પગલા ભડી કાર્યવાહી હાથ ધરી છે.
આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સૂચનાના આધારે  છોટાઉદેપુર જીલ્લામાં મહીલા વિરોધી બનાવોમા ઝીરો ટોલરન્સ નીતી અપનાવી કાર્યવાહી કરવાની હોય જેથી કે.એચ. સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા સ્કુલેથી પરત ફરતી બે વિધ્યાર્થીનીઓની છેડતી કરવા બાબતની ફરીયાદ દાખલ થયેલ હતી.
જે બન્ને આરોપીઓ વડોદરા શહેર, પંચમહાલ, છોટાઉદેપુર જીલ્લામાં મિલ્કત સબંધી ગુના આચરવાની ટેવવાળા હોય એમ.એફ.ડામોર પો.ઈ. રંગપુર પોલીસ સ્ટેશન નાઓએ તાત્કાલિક ટીમો બનાવી બન્ને આરોપીઓને પકડી પાડી ગુનામા વાપરેલ અપાચે મો.સા.ને કબજે કરી આરોપીઓને જેલ હવાલે કરેલ છે. સદર આરોપીઓ ગુનાહીત ઇતીહાસ ધરાવતા હોય તેઓ વિરુધ્ધ ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા-૨૦૨૩ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર