સા વરકુંડલા ખાતે આવેલ નૂતન મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ, સાવરકુંડલાના એન.એસ.એસ. વિભાગ દ્વારા તારીખ ૨૦/૦૮/૨૪ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે પ્રિ.આર.ડી સિલેક્શનનો પ્રથમ રાઉન્ડ હતો જેમાં પસંદગી પામી આ કોલેજની બે વિદ્યાર્થીની બહેનો કુ.પટગીર હર્ષિતા ધીરુભાઈ, કુ.દ્રષ્ટિ પંકજભાઈ, પ્રિ.આર.ડી સિલેક્શનના ગુજરાત લેવલે થનાર બીજા રાઉન્ડમાં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે આવતીકાલે ૧૯/૯/૨૪ ના રોજ જશે જે ગૌરવની વાત છે,નૂતન કેળવણી મંડળના પ્રમુખ, મેનેજિંગ ટ્રસ્ટી, ઉપપ્રમુખ, ટ્રસ્ટીશ્રીઓ તથા આચાર્ય અને સ્ટાફગણ આ બંને બહેનોને શુભેચ્છાઓ પાઠવે છે.
બિપીન પાંધી