ટંકારાના લજાઈ ગામે જાપા વાળી શેરીમાં રહેતા યુવાને પોતાના ઘર નજીક રિક્ષાને પાર્ક કરીને મૂકી હતી. જે રીક્ષાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી. જેથી કરીને 1.5 લાખ રૂપિયાની કિંમતના વાહનની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ દરમ્યાન ચોરાયેલી રિક્ષા સાથે ટંકારા તાલુકા પોલીસે 2 રીઢા આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી છે.
ટંકારા તાલુકાના લજાઈ ગામે જાપા વાળી શેરીમાં રહેતા અજરૂદ્દીનભાઈ હેરંજા (32)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે, તેઓએ પોતાના ઘર પાસે તેની રિક્ષા નંબર GJ-36-U-8976 પાર્ક કરીને મૂકી હતી.
જે રીક્ષાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે. જેથી 1,50,000ની કિંમતની રીક્ષાની ચોરી થઈ હોવાની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.
દરમ્યાન ટંકારા પોલીસે ખાનગી બાતમી આધારે વોચ રાખી રાજકોટથી મોરબી તરફ ચોરાયેલી રિક્ષા લઈને બે શખ્સ આવી રહ્યા હતા. તે રિક્ષાને જઈ રહેલા શખ્સોને રોકીને તેમની પાસેથી રિક્ષાના કાગળ માંગવામાં આવ્યા હતા.
ત્યારે તેની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેથી વધુ તપાસ કરતા આ રિક્ષા મોરબીના વાવડી રોડે આવેલ સીધ્ધી વિનાયક સોસાયટીમાં રહેતા હાર્દીકભાઇ સેરસીયાના નામે હોવાનું સામે આવ્યું હતું અને આ રીક્ષા ચોરીની હોવીનું ખૂલ્યું હતું.

