દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો રંગોનો તહેવાર એટલે હોળી. હોળી એ એક પ્રાચીન હિન્દુ તહેવાર છે. તહેવારો આપણી સાંસ્કૃતિક પરંપરાના રક્ષકો છે.રંગોનો આ તહેવાર નાના માં નાની કે મોટી ઉંમરના લોકો પણ રમતા હોય છે. ભારતમાં હોળીનો તહેવાર વસંતના આગમન, શિયાળાના અંત ભુલી જવા અને ક્ષમાનો સંકેત આપે છે. આ રંગોના સરસ મજાના તહેવારની ઉજવણી ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટના ધારાબેન ગોહિલ, જાનવીબેન શિયાળ, રવિભાઈ જોષી, આર્યનભાઈ બાઢીયા અને સંજયભાઈ ચોટલીયા દ્વારા સાવરકુંડલાના ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો સાથે હર્ષોલ્લાસથી આ રંગોના તહેવારની ઉજવણી કરવામાં આવી. બાળકોમાં ઉત્સાહ અને લાગણી સભર વાતાવરણ જોવા મળ્યો. અને કાર્યક્રમના અંતમાં બધા બાળકોને આઈસક્રીમનો નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું
