ઉના શહેર અને તાલુકામા છેલ્લા ત્રણ દિવસથી વાદળ છાયું વાતાવરણ જોવા મળતું હતું. અને ભારે ગરમીના ઉકળાટ થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે ગત રાત્રીના સમયે વરસાદી ઝાપટુ આવ્યાં બાદ વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. અને છુંટો છવાયો વરસાદ વરસતા બપોરના બે વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધી ચાર કલાકમાં 26 mm નોંધાયો હતો.
જોકે મેઘરાજાએ આજે શહેરમાં સિઝનની શરૂઆતનો પ્રથમ એક ઈંચથી વધુ વરસાદ વરસી ગયેલ હતો. તેમજ તાલુકા અનેક ગામોમાં પણ એક ઈંચ થી વધુ વરસાદ થી ગ્રામ્ય વિસ્તારોની ગલીઓમાં રસ્તા પર પાણી વહેતા થઈ ગયા હતા. અને વરસાદથી લોકોમાં ઠંડક પ્રસરી હતી. અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો. વરસાદ વરસ્યા બાદ ઉકળાટ પણ યથાવત રહેતાં વરસાદી માહોલ વચ્ચે ઠંડક અને ગરમીની અહેસાસ અનુભવાયો હતો.