Gujarat

ઉના સુગર ફેકટરી પ્રા.શાળાનું રૂ.1.10 કરોડના ખર્ચ નવનિર્માણ બિલ્ડિંગનો લોકાર્પણ ધારાસભ્ય કે સી રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું…આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય, ન.પા.પ્રમુખ, સદસ્યો, સ્કૂલના આચાર્ય,શિક્ષકો, વાલીગણ સહિત મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા

 ઉના સુગર ફેકટરી પ્રાથમિક શાળાના નવનિર્માણ બિલ્ડિંગનું લોકાર્પણ ધારાસભ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ, સદસ્યો, સ્કૂલના આચાર્ય, શિક્ષકો, વાલીગણ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉના શહેરમાં ગીરગઢડા રોડ ઉપર આવેલ ઉપલા રહીમ નગર વિસ્તારમાં સ્કુલ ઓફ એકસલન્સ અંતર્ગત સુગર ફેક્ટરી પ્રાથમિક શાળાનું રૂ.1.10 કરોડના ખર્ચે નવનિર્માણ પામેલ બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ સુગર ફેક્ટરી પ્રા.શાળાનું લોકાર્પણ ધારાસભ્ય કે સી રાઠોડના વરદ હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી. શાળાની નાની બાળાઓએ સાંસ્કૃતિક રાસ ગરબા રજૂ કર્યું હતું. અને શાળાનું લોકાર્પણ ધારાસભ્ય કે સી રાઠોડે રીબીન કાપી શાળાને ખુલ્લી મૂકી હતી. આ શાળામાં સીસી ટીવી કેમેરા થી સજજ અને ક્લાસરૂમોના તમામ સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું હતું.
આ નવનિર્માણ શાળાના કાર્યક્રમમાં ધારાસભ્ય કે સી રાઠોડ, નગર પાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભણીયા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ડાભી, પાલિકા ઉપપ્રમુખના પ્રતિનિધિ મયંકભાઈ જોશી, ન..પા. કારોબારી સમિતિના ચેરમેન ધીરુભાઈ છગ, રાજુભાઇ ગોસ્વામી, વિજયભાઈ રાઠોડ, ચંદ્રેશભાઇ જોષી, સુનિલભાઈ મુલચંદાણી, શાળાનાં આચાર્ય નીલકંઠભાઇ, શિક્ષકો, વાલીગણ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20240111-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *