ગીર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર વન્ય પ્રાણીઓને શિકાર માટે નજીકના સીમ વાડી તેમજ રહેણાંક વિસ્તારોમાં આવતા હોવાની ઘટના સામાન્ય બની ગઈ છે. ત્યારે મોડી રાત્રીના સમયે સિંહ પરિવારે ઉનાના ખાપટ ગામે આવેલ ગૌશાળા એ પશુનો શિકાર કરવા પહોંચ્યા હતા. પરંતું ત્યાં પશુઓ એજ સિંહોને ભગાડી મૂક્યા હતા. જે સમગ્ર ઘટના ગૌશાળા એ લગાવેલા સીસીટીવી કેમેરા કેદ થઈ હતી.

ઉનાના ખાપટ ગામે સિંહ પરીવારનાં ધામા ગૌશાળા નજીક શિકાર માટે લટાર મારતાં પાંચ સિંહો સીસી ટીવી કેમેરામાં કેદ થયા હતા. ખાપટ ગામે ગૌશાળા નજીક એક સાથે પાંચ સિંહો શિકારની શોધમાં ગામમાં આવી ચડયા હતા. અને સિંહોને સહેલાઇ થી શિકાર મળી રહે તે માટે રાત્રી દરમિયાન સિંહો ગૌશાળામાં પ્રવેશ કરેલ ત્યારે ગૌશાળામાં રહેલ ભલાલ દેવ નામના નંદી એ આ પાંચ સિંહોની સામે થયાં પાંચેય સિંહ પરિવારને ત્યાથી ખદેડી મુક્યા હતા. જોકે આ શિકાર માટે આવેલા સિંહોને શિકાર કર્યાં વિના પરત પાછું ફરવુ પડીયુ હતુ.

