Gujarat

‘સ્વચ્છતા હિ સેવા’ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં સંખેડાના વાસણા અને જેતપુરપાવીના ઘુડીયા ગામમાં સ્વચ્છતાલક્ષી માર્ગદર્શન અને ગામમાં સાફ-સફાઈ કરાઇ

 ‘સ્વચ્છતા હિ સેવા’ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં સંખેડાના વાસણા અને જેતપુરપાવીના ઘુડીયા ગામે સ્વચ્છતાલક્ષી માર્ગદર્શન અને જાહેર માર્ગો પર સાફ-સફાઈ કરવામાં આવી હતી.
સંખેડા તાલુકાના વાસણા ગામે સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા ગામની સફાઈ કરી પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
જેતપુરપાવી ઘુટીયા ગામમાં આરોગ્ય શિબિરમાં બહેનોને સ્વચ્છતાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ ઘરની આસપાસ ગંદકીનાં કારણે થતા વિવિધ રોગો વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર