પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
ચાણસ્મા વિધાનસભાના નેજા હેઠળ અનુ.જાતિના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું..
પાટણ જિલ્લાના ચાણસ્મા વિધાનસભાના નેજા હેઠળ અનુસુચિત જાતીના કાર્યકરો દ્વારા આજ રોજ વિરોધ પ્રદર્શન કરી રેલી સ્વરૂપે હારીજ મામમલતદાર કચેરી પહોંચી અવેદનપત્ર આપ્યું હતું.જેમાં જણાવ્યા મુજબ ડો. બાબાસાહેબ આંબેડકર નું વારંવાર નામ લેવું એ ફેશન બની ગઈ છે. તેવુ સંસદભવન માં કહીને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બંધારણ ના ઘડવૈયા સીમ્બોલ ઓફ નોલેજ તેમજ સંવિધાન રચયતા નું અપમાન કરેલ હોવાથી આ અપમાન સમગ્ર દેશવાસીઓનું અપમાન છે. જેની ગૃહમંત્રી અમિત શાહ માફી માંગે અથવા ગૃહમંત્રી પદે થી તત્કાલ રાજીનામુ આપે તે હેતુથી ચાણસ્મા વિધાનસભાના નેજા હેઠળ હારીજ ખાતે મામલતદારને ચાણસ્મા વિધાનસભાના સૌ સંસ્થા/સંગઠનો સામાજિક કાર્યકરો, મહિલા આગેવાનો વર્તમાન તથા પૂર્વ તાલુકા જિલ્લા સદસ્યઓ તમામ હોદ્દેદારો તેમજ સામાજિક રાજકીય આગેવાનોએ ડો.બાબા સાહેબની પ્રતિમાને માલ્યા અર્પણ કરી વિરોધ પ્રદર્શન સાથે રેલી સ્વરૂપે આવેદન પાઠવ્યું હતું.જેમાં પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ વિભાગ
ચેરમેનહસમુખ સક્સેના ,હારીજ તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન પાર્વતીબેન મકવાણા,જગદીશભાઈ મકવાણા,બળવંતજી ઠાકોર,
અશોકભાઈ પરમાર ,તા.પંચાયત પ્રમુખ ચંદુબેન રમેશજી ઠાકોર ,તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ પરમાર ,રમણીકભાઈ પરમાર,તાલુકા પંચાયત સદસ્ય મનુજી ઠાકોર,ગેમર ભાઈ દેસાઈ,સેવાદળ પ્રમુખ
બાબુભાઈ સોલંકી ,અશોકભાઈ મહેતા ,
અર્જુનસિંહ વાઘેલા ,હરજીભાઈ કુકરાણા ,હંસાબેન મકવાણા,ભગવાનભાઈ સોલંકી ,
રઘુભાઈ શ્રીમાળી સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.


