Gujarat

શ્રી જલારામ બચત સહકારી મંડળી’ સ્કીમની આડમાં કરોડોનું ‘આર્થિક કૌભાંડ’ કરતાં સંચાલકો

ત્રણ સંચાલકોએ ડેઇલી બચતની ડાયરીમાં પૂ.જલારામ બાપાનું નામ રાખીને ૧૫૦૦ અરજદારોના વિશ્વાસ કેળવ્યા બાદ તેમના કરોડો ચાઉ કરી જઈ વિશ્વાસઘાત કર્યો, અનેકની ધાર્મિક લાગણી પણ દુભાઈ…
અગાઉ કરોડોમાં ઉઠી જનાર રાજૂ મેવાડાની જય ખોડિયાર મિત્ર મંડળના રજીસ્ટર નંબરમાં જ ‘જય જલારામ માર્કેટિંગ’ચાલુ કરી સંચાલક અનિલ માટીયાએ કરોડુંનું ફુલેકું ફેરવ્યા બાદ ઝેરી દવા પી લઈને ‘રાજૂ મેવાડા’ પર ઠીકરું ફોડ્યું,અન્ય બે સંચાલકોએ હાથ ઊચા કર્યા…
વિરપુર પોલીસ,એલસીબી,એસ.ઑ.જી પણ કોઈ કાર્યવાહી કે ફરિયાદ નોંધતી ન હોય તો એસપી જયપાલસિંહ રાઠોડને આવેદનપત્ર અપાયું : જો પગલાં નહિ લેવાય તો હાઇકોર્ટના દરવાજા ખખડાવામાં આવશે…
વિરપુરમાં ડેઇલી બચત સ્કીમ સહિત જુદી જુદી સ્કિમોના નામે ૧૫૦૦ થી વધુ અરજદારો પાસે કરોડો રૂપિયાની ઉઘરાણી કરીને શ્રી જલારામ બચત સહકારી મંડળી પેઢીના ત્રણ સંચાલકોએ દેવાળું ફુંકીને ઉઠી જઈને અરજદારોને ચોક્કસ જગ્યાએ લગાડી દીધા હતા.આ ત્રણેય સંચાલકોએ સગા સબંધીના નામે કરોડોની મિલકતો વસાવી લીધા બાદ અગાઉ ઉઠી ગયેલી જય ખોડિયાર મિત્ર મંડળના રાજૂ મેવાડા નામે ઠીકરું ફોડીને મુખ્ય સંચાલક અનિલ માટીયાએ ૨૦૨૩ માં ઝેરી દવા પી લઈ સિવિલ હોસ્પિટલમાં નાટયાત્મક રીતે દાખલ થઈ ગયા હતા.સ્કીમમાં ફસાયેલા પૈસા મુદે સ્થાનિક વિરપુર પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોય તો વિરપૂરના મહિલા અરજદારે રાજકોટ ગ્રામ્ય એસપી જયપાલસિંહ રાઠોડને લેખિતમાં રજૂઆત કરી છે.
જો યોગ્ય સમયમાં એસપી, એસ.ઑ.જી, એલ.સી.બીની ટીમ ન્યાયિક કાર્યવાહી નહિ કરે તો ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવાની ચીમકી આપી છે.ઉલ્લેખનીય છે કે આ ત્રણેય સંચાલકોએ સ્કીમની ડાયરીમાં શ્રી જલારામ બચત મંડળી લી.ના નામે વિશ્વાસે પૈસા લીધા બાદ અરજદારો સાથે વિશ્વાસઘાત કર્યો હતો.આ સ્કીમથી ખુદ વિરપુરના જલારામ ભક્તોમાં પણ નારજગી પ્રવર્તી રહી છે
પ્રાપ્ત વિગતો મુજબ ‘રસ્તાની બોરડી સૌ કોઈ ઝૂંડે ( ધણીધોરી વિનાને સૌ કૉઈ લૂંટે )’ ની કહેવતની માફક વિરપુર પંથકના ૧૫૦૦ ગ્રામજનો પાસે ડેઇલી બચત સ્કીમના નામે”શ્રી જલરામ બચત સહકારી મંડળી લી” નામની પેઢીના ત્રણ સંચાલકોએ કરોડોનું ફુલેકું ફેરવીને સગા સબંધીના નામે મિલકતો વસાવી લીધી છે.આ કેસમાં સ્થાનિક વિરપુર પોલીસે કોઈ કાર્યવાહી કરતી ન હોય તો મહિલા અરજદાર દ્વારા રાજકોટ ગ્રામ્ય એસપી જયપાલસિંહ રાઠોડને લેખિતમાં રજૂઆત કરી છે.વિરપુરમાં એસ.બી.આઈ બેંકની પાછળ રહેતા કાજલબેન જયસુખભાઈ સરવૈયાએ અરજીમાં જણાવ્યું છે કે અમારા ગામમાં શ્રી જલારામ બચત સહકારી મંડળી લી. નામે ડેઇલી બચતની સ્કીમ ચાલતી હતી.
આ સ્કીમ અનિલભાઈ માટીયા,લાલભાઈ મેવાડા,ભૂપતભાઈ બાંભવા ચલાવતા હતા.આ સ્કીમમાં ૧૫૦૦ થી વધુ અરજદારો રોકાયેલા હતા.આ બચતમાં અમે પણ સભ્ય હતા.અમે મહિને ૪૦૦૦ ઉઘરાવતા હતા.અમારી બચત સ્કીમની ડાયરીમાં સહી કરી આપતા હતા. અમે રૂ.૧,૦૧,૫૦૦ નું રોકાણ કરેલું હતું.આ ત્રણેય સંચાલકોએ રાતો રાત તાળાં મારીને ઉઠી ગયા હતા. આ કરોડોના મસમોટા કૌભાંડમાં ત્રણેય આરોપી સામે આઇપીસી ૪૦૬,૪૦૯,૪૨૦,૧૨૦ બી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવા માંગ છે.
ઉલેખનીય છે કે વર્ષ ૨૦૨૩ માં વીરપુર પંથકના ખોડીયાર મિત્ર મંડળના કર્મચારી યુવાને 1500 જેટલા રોકાણકારોને રૂપિયા પરત આપવા જય જલારામ બચત સહકારી મંડળી લી. મંડળના નામે 1000 જેટલા લોકો પાસે રોકાણ કરાવ્યું હતું. જે રોકાણકારોની ઉઘરાણીથી અનિલ માટીયાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.