Gujarat

રક્તપિત દર્દી શોધ અભિયાન અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાં ઘરે ઘરે ફરીને કામગીરી કરવામાં આવી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નાં સૌજન્ય થી ગુજરાત રાજ્યનાં કુલ ૧૨ જીલ્લાઓમાં તારીખ  ૧૦/૦૬/૨૦૨૪ થી તારીખ – ૦૪/૦૭/૨૦૨૪ સુધી રક્તપિત દર્દી શોધ અભિયાન કામગીરી કરવામા આવી હતી. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના કુલ ૬ તાલુકાના ૫૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ૩૧૦ આયુષ્માન આરોગ્ય મંદિર અને એક શહેરી આરોગ્ય કેન્દ્રના તાબામાં આવતા તમામ ગામોમાં ઘરે ઘરે ફરીને આશા બહેનો,આરોગ્ય કર્મચારીઓ, અને પુરુષ સ્વયં સેવકોની કુલ ૧૧૧૫  ટીમો દ્વારા રકપિતનાં શંકાસ્પદ કેસો શોધવાની કામગીરી ચાલુ છે.
જેમાં તારીખ : ૪/૦૭/૨૦૨૪ સુધીમા જીલ્લાના  કુલ ૧,૮૮,૪૪૮ ઘરોની મુલાકાત કરવામાં આવી હતું. જેમાં કુલ ૯,૬૪,૦૮૯ વસ્તીની તપાસણી કરવામાં આવી હતી. આ તપાસણી દરમ્યાન સમગ્ર જિલ્લામાં કુલ રક્તપિતના ૪૨ એમ.બી કેસ, પીબીના ૨૨ કેસ કનફોમ થયા હતા. કુલ ૬૪ કેસ આ તમામ કેસોને સારવાર પર મુકવામાં આવ્યા છે. હાલમા બાકી વસ્તીની તપાસણી કરવાની કામગીરી ચાલુ છે. એમ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું હતું.