Gujarat

સુરત શહેર અને જિલ્લાના ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, સરકારી હાઈસ્કૂલોના આચાર્યોનું યોજાયુ અભૂતપૂર્વ વાર્ષિક અધિવેશન.

સુરત શહેર અને જિલ્લાના ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, સરકારી હાઈસ્કૂલોના આચાર્યોનું યોજાયુ અભૂતપૂર્વ વાર્ષિક અધિવેશન.

તાજેતરમાં 13મી ડિસેમ્બરે રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની અધ્યક્ષતામાં સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગીરથસિંહ પરમાર, શહેર આચાર્ય સંઘના પ્રમુખ શ્રી કિશોરકુમાર જાની અને જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ સુરત શહેર અને જિલ્લાની તમામ ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ અને સરકારી હાઇસ્કુલોના આચાર્યોનું શૈક્ષણિક અને વહીવટી વાર્ષિક અધિવેશનનું સુંદર આયોજન કરવામાં આવ્યું. માં શારદા સમક્ષ દીપ પ્રાગટ્ય અને જીવનભારતી શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના તથા સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમનો પ્રારંભ કરેલ. ભારતીય પરંપરા અનુસાર ઉપસ્થિત તમામ મહેમાનો, આમંત્રિતો અને આચાર્યોનું શહેર આચાર્ય સંઘના પ્રમુખ શ્રી કિશોરકુમાર જાનીએ સ્નેહસભર શાબ્દિક સ્વાગત કર્યા બાદ સંઘ દ્વારા સર્વે મંચસ્થ મહાનુભાવોનું સ્મૃતિચિન્હ, મોમેન્ટો, શાલ, ગીતાજી, સન્માન પત્ર અને પુસ્તકથી અભિવાદન કર્યું. સાથે નિવૃત્ત આચાર્યશ્રીઓનું પણ ગરીમાપૂર્ણ સન્માન કર્યું.
શિક્ષણ જગતના વિશાળ હિત માટે યોજાયેલા સુરત શહેર અને જિલ્લાના આ સંયુક્ત શૈક્ષણિક અને વહીવટી અધિવેશનના ઉમદા આયોજનની શિક્ષણ મંત્રી સહિત ઉપસ્થિત સર્વે મહેમાનોએ ભરપેટ સરાહના કરીને પોતાના ઉદબોધનમાં શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહજી ચાવડા, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી ભાનુપ્રસાદ પટેલ, મહામંત્રી શ્રી ભરતભાઈ ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. ભગીરથસિંહ પરમાર, સંઘને અઢી લાખ રૂપિયાનું સૌજન્ય આપનાર રેડ એન્ડ વાઈટના સીઈઓ શ્રી હસમુખભાઈ રફાળીયા અને જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણે ઉપસ્થિત સૌ આચાર્યને વિદ્યાર્થીઓના ઘડતર થકી રાષ્ટ્રના નિર્માણમાં આચાર્યની મહત્વપૂર્ણ ભૂમિકાઓ સમજાવી પ્રેરક વિચારો રજૂ કરેલ હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં શહેર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ શ્રી દિનકરભાઇ નાયક, જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી સંજયભાઈ દેસાઈ, રાજ્ય આચાર્ય સંઘના મહામંત્રી શ્રી મિતેશભાઇ પટેલ, અનવેષક શ્રી પંકજભાઈ પરમાર, મીડિયા સેલ કન્વીનરશ્રી નરેન્દ્રસિંહ દેવડા, નવનીત પ્રકાશનના શ્રી કલ્પેશભાઈ દરજી, ડો. જગદીશભાઈ ચાવડા, શ્રી વિજયકુમાર બારોટ, શ્રી ગિરધરભાઈ ટંડેલ, શ્રી ભરતભાઈ મકવાણા, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ કાનાણી, ડો. સંગીતાબેન મિસ્ત્રી, શ્રી નરેન્દ્રભાઈ વસાવા, શ્રીમતી તેજલબેન રાવ, શ્રી કમલેશભાઈ રામાનંદી, શ્રીમતી શૈલાબેન દેસાઈ, શ્રી પ્રવીણસિંહ અટોદરીયા, શ્રી અજીતસિંહ સરવૈયા, શ્રી રાજવીરસિંહ ગોહિલ અને ઘણાબધા શિક્ષણ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રેડ એન્ડ વાઈટ, નવનીત પબ્લીકેશન, ઇઝી એડમીન, તનિષ્ક જ્વેલરી, કેમ ટ્રેડર્સ, રુદ્ર પ્રિન્ટિંગ કેર, રુચિ ગારમેન્ટ ચલથાણ, વ્રજ પ્રકાશન, આઇડિયલ લર્નિંગ, આકાશ ઇન્સ્ટિટયૂટ, ગૌતમ સ્ટેશનરી અમરોલી, નટરાજ પ્રિન્ટર્સ, પટેલ સ્ટોર્સ તથા નિવૃત આચાર્યશ્રી તરીકે સન્માનિત થયેલા સુરત શહેર આચાર્ય સંઘના પૂર્વ અધ્યક્ષ શ્રી સી.ડી. પટેલ દ્વારા માતબર સૌજન્ય હાંસલ થયેલ છે. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. ફાલ્ગુનીબેન પટેલ અને શ્રી રિતેશભાઈ પટેલે કરેલ હતું. આ અધિવેશનને ભવ્યાતિભવ્ય અને અભૂતપૂર્વ રીતે સફળ બનાવવા સુરત શહેર અને જિલ્લાના પ્રમુખ, અધ્યક્ષ, મહામંત્રી અને તમામ હોદ્દેદારોએ અથાક પરિશ્રમ કરી ઉત્તમ જહેમત ઉઠાવેલ હતી.
અમોને મળેલ માહિતી અનુસાર સુરત શહેરના એકાદ બે આચાર્યો કોઈક મલીન ઇરાદે આ અધિવેશનમાં જોડાયેલા નથી. બલ્કે આચાર્યોના જ ગૌરવ અને શાન સમા આ વાર્ષિક અધિવેશનને નિષ્ફળ બનાવવા ગોપનીય રીતે એડી ચોટીનું જોર લગાવેલ હતું. છતાં અધિવેશનની ભવ્ય સફળતા જોઈને તેઓના પેટમાં તેલ રેડાતા તેમણે કેટલાક પ્રિન્ટ મીડિયામાં પણ અધિવેશન બાબતે સત્યથી વેગળી વિગતો પહોંચાડી હોવાનું જણાયેલ છે. પરંતુ સુરત શહેર અને જિલ્લાના સર્વે આચાર્યોએ આ સંયુક્ત વાર્ષિક અધિવેશનને અભૂતપૂર્વ રીતે સફળ બનાવીને આ બંનેના સંઘ, સેવા, સંગઠનના દંભી મુખોટાને ખુલ્લો પાડીને, આચાર્ય અને શાળા તથા સમગ્ર શિક્ષણ જગતની ગરિમાને તદ્દન વિપરીત સ્વાર્થી અને નકારાત્મક માનસિકતાને લપડાક મારેલ છે. ભવિષ્યમાં શહેર, જિલ્લા અને રાજ્ય કક્ષાના આ સશક્ત સંઘ સંગઠનને કોઈપણ રીતે સ્વાર્થી વિઘટનકારી વલણથી નબળો પાડવાની ગુપ્ત કે જાહેર હરકતો કે ચેષ્ટાઓ પણ ન કરી શકે તેવો બોધપાઠ ભણાવેલ છે.

IMG-20241216-WA0077.jpg