Gujarat

અમેરિકા સ્થિત ભાગવતાચાર્ય શ્રી રમેશભાઈ મહેતા માદરે વતન પધારતાં ગ્રામ્યજનોએ ઉષ્મા સભર સ્વાગત કર્યું.

અમેરિકા સ્થિત ભાગવતાચાર્ય શ્રી રમેશભાઈ મહેતા માદરે વતન પધારતાં ગ્રામ્યજનોએ ઉષ્મા સભર સ્વાગત કર્યું.

જામજોધપુર તાલુકાના બગધરા ગામના રાજગોર બ્રહ્મ સમાજનું ગૌરવ એવા આચાર્ય શ્રીરમેશભાઈ મહેતા અમેરિકાથી માદરે વતન પધારવાના હોય, આજરોજ હિરાસર એરપોર્ટ ઉપર શ્રીજયેશભાઈ શીલુ (જામનગર જિલ્લા વિભાગીય પ્રમુખ,રા.બ્રા.જ્ઞા. સેવા સંઘ – રાજકોટ), પ્રદિપભાઈ ચાંવ, અક્ષયભાઈ જોશી, ભુપતભાઈ મહેતા, રમેશભાઈ અજુડીયા, મિલનભાઈ અજુડીયા, શરદભાઈ અજુડીયા, કેતનભાઈ વેકરીયા દ્વારા ફૂલહાર તેમજ બુકેથી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવેલ.
ત્યારબાદ એરપોર્ટ ઉપરથી પ્રસ્થાન થઈ બંધુ વર્ગ સાથે આચાર્ય શ્રીરમેશભાઈ મહેતા બગધરા ગામે પધારતાં ગ્રામ્યજનો દ્વારા બેન્ડ પાર્ટી સાથે વાજતે-ગાજતે સામૈયા કરી નાની- નાની કળશધારી દીકરીઓએ કુમકુમ તિલક કરી શાસ્ત્રીજીનું સ્વાગત કરી આવકારેલ.
આચાર્ય શ્રીરમેશભાઈ મહેતા દ્વારા હાલ બગધરા ગામના નવનિર્મિત શ્રીરામમંદિરaના બાંધકામમાં ખુબજ આર્થિક યોગદાન આપેલ છે, તેમજ શ્રીરામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન પદે સેવા આપેલ છે. આમ શાસ્ત્રી મહોદય રમેશભાઈ મહેતા જ્ઞાતિ વિકાસ અને ગામના વિકાસ કાર્યોમાં હંમેશા અગ્રેસર રહી આર્થિક સહયોગ કરે છે. બગધરા બ્રહ્મસમાજ તેમજ ગ્રામ્યજનો એમના પર ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. તેમ જયેશભાઈ શીલુની અખબાર યાદી જણાવે છે.

રિપોર્ટ સી વી.જોશી વિસાવદર

IMG-20240622-WA0058.jpg