Gujarat

ડિજિટલ લાઇફ સટિર્ફિકેટ સબમિશન માટે ઇપીએસ પેન્શનર્સ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીનો ઉપયોગ

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના ૭૮ લાખથી વધુ પેન્શનર્સ છે, જેમને તેમને ચૂકવવામાં આવતા પેન્શનને ચાલુ રાખવા માટે દર વર્ષે લાઇફ સટિર્ફિકેટ સબમિટ કરવું પડે છે. અગાઉ તેઓએ શારીરિક જીવનનું પ્રમાણપત્ર સબમિટ કરવા માટે બેંકોમાં જવું પડતું હતું, જેના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ પડતી હતી.

‘જીવન જીવવાની સરળતા’ વધારવા માટે ઇપીએફઓએ વર્ષ ૨૦૧૫માં પોતાનાં પેન્શનર્સ માટે ડિજિટલ લાઇફ સટિર્ફિકેટ (ડીએલસી) અપનાવ્યું હતું. ઇપીએફઓ ઇપીએસ પેન્શનરો પાસેથી બાયોમેટ્રિક પ્રમાણીકરણના આધારે ડીએલસી સ્વીકારે છે. બાયોમેટ્રિક આધારિત ડીએલસીની રજૂઆતમાં પેન્શનરે કોઈ પણ બેંક, પોસ્ટ ઓફિસ, કોમન સવિર્સ સેન્ટર અથવા ઇપીએફઓ ઓફિસની શાખાની શારીરિક મુલાકાત લેવી જરૂરી છે, કારણ કે ત્યાં ફિંગરપ્રિન્ટ/આઇરિસ કેપ્ચર ડિવાઇસ ઉપલબ્ધ છે.

વૃદ્ધોને બેંક/પોસ્ટ ઓફિસ સહિતના સ્થળોની શારીરિક મુલાકાત લેવાને કારણે પડતી મુશ્કેલીઓને ઘટાડવા માટે એમઇઆઇટીવાય અને યુઆઈડીએઆઈ એ ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી વિકસાવી છે, જેના દ્વારા ફેસ રેકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ જીવનના પ્રમાણપત્રના પૂરાવા માટે થઈ શકે છે. ઇપીએફઓએ જુલાઈ, ૨૦૨૨માં આ તકનીક અપનાવી હતી.

આનાથી પેન્શનરો દ્વારા તેમના ઘરેથી ડીએલસી સબમિટ કરવાની એક સંપૂર્ણ નવી પદ્ધતિ રજૂ કરવામાં આવી હતી, જે પ્રક્રિયાને પેન્શનરો માટે વધુ સુલભ અને સસ્તું બનાવે છે. તેઓ આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કોઈપણ એન્ડ્રોઇડ આધારિત સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકે છે, જેથી વૃદ્ધાવસ્થામાં બેંકો, પોસ્ટ ઓફિસ વગેરેએ જગ્યાએ જવાની મુશ્કેલીઓ ટાળી શકાય છે.

આ પદ્ધતિથી તેમના ઘરની સુવિધાથી સ્માર્ટફોન કેમેરાનો ઉપયોગ કરીને ચહેરાના સ્કેન દ્વારા પેન્શનરની ઓળખ કરી શકાય છે. આ પ્રમાણીકરણ યુઆઈડીએઆઈની ફેસ રેકગ્નિશન એપનો ઉપયોગ કરીને યુઆઈડીએઆઈના આધાર ડેટાબેઝની વિરુદ્ધમાં હાથ ધરવામાં આવે છે.

ઇપીએફઓમાં લોન્ચ થયા પછી, ૨૦૨૨-૨૩માં ૨.૧ લાખ પેન્શનર્સ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી આધારિત ડીએલસી જમા કરાવવામાં આવ્યા છે, જે ૨૦૨૩-૨૪માં વધીને ૬.૬ લાખ થઈ ગયા છે, જે આ તકનીકના ઉપયોગમાં ર્વાષિક ધોરણે ૨૦૦%ની વૃદ્ધિ દર્શાવે છે. એ પણ નોંધપાત્ર બાબત છે કે વર્ષ ૨૦૨૩-૨૪માં ૬.૬ લાખ એફએટી આધારિત ડીએલસી વર્ષ દરમિયાન પ્રાપ્ત થયેલા કુલ ડીએલસીમાં આશરે ૧૦ ટકા હિસ્સો ધરાવે છે. ગયા નાણાકીય વર્ષ દરમિયાન પેન્શનરો પાસેથી આશરે ૬૦ લાખ ડીએલસી મળી હતી.

ફેસ ઓથેન્ટિકેશન પદ્ધતિના ઉપયોગ માટે તેમના સ્માર્ટફોનમાં “આધાર ફેસ આરડી” અને “જીવન પ્રમાણ” એમ બે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની જરૂર પડે છે. આ એપ્લિકેશનો માટે ઓપરેટર પ્રમાણીકરણ આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબરો દ્વારા કરવામાં આવે છે. સફળ ફેસ સ્કેન સુનિશ્ચિત કરવા માટે એપ્લિકેશન્સમાં વિગતવાર માર્ગદશિર્કા પ્રદાન કરવામાં આવી છે. એકવાર સ્કેન પૂર્ણ થયા પછી, જીવન પ્રમાણ આઈડી અને પીપીઓ નંબર સાથે મોબાઇલ સ્ક્રીન પર ડીએલસી સબમિશનની પુષ્ટિ થાય છે, જે ઘરેથી પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરે છે.

ઇપીએસ પેન્શનર્સ ડીએલસીનાં ઉદ્દેશ માટે આ નવીન અને સુવિધાજનક ટેકનોલોજીનાં ઉપયોગને જુલાઈ, ૨૦૨૨માં ઇપીએફઓ (ઈઁર્હ્લંજ) સોફ્‌ટવેરમાં સામેલ કરવામાં આવ્યો હતો. નવી પદ્ધતિ વધુને વધુ પેન્શનરોમાં લોકપ્રિય બને તે માટે તમામ ફીલ્ડ કચેરીઓને વિસ્તૃત સૂચનાઓ આપવામાં આવી હતી.

આ પ્રક્રિયા માત્ર ફિલ્ડ ઓફિસોમાં જ નહીં પરંતુ જાન્યુઆરી, ૨૦૨૩થી ભારતભરના તમામ જિલ્લાઓમાં આયોજિત નિધિ આપકે નિકટ કાર્યક્રમ દરમિયાન પણ પેન્શનરોને નિયમિતપણે સમજાવવામાં આવે છે. આ તકનીકીનો ઉપયોગ કરવા અંગેની વિગતવાર વીડિયો ઇપીએફઓ જ્રર્જીંઝ્રૈંછન્ઈઁર્હ્લં ઓફિશિયલ યુટ્યુબ હેન્ડલ પર ઉપલબ્ધ છે.
ઇપીએફઓને વિશ્વાસ છે કે આ પદ્ધતિની સુવિધા વધુને વધુ પેન્શનરો માટે જીવન જીવવાની સરળતા લાવશે.