વન વિભાગની NOC મેળવ્યા વિના બિનખેતીમાં પ્લાન્ટ શરૂ હતો.
ગીરગઢડા તાલુકાના વડવીયાળા રેવન્યુ ગામના સર્વે નંબરની જમીનમાં ડીહાઈડ્રેશન પ્લાન્ટ
ગીર અભ્યારણની ત્રિજ્યામાં આવતી હોય અને વન વિભાગની NOC મેળવેલ ન હતી. અને ખેતીની જમીનમાં બિનખેતી વગર ઉપયોગમાં લીધેલ હોય આથી જશાધાર રેન્જ હેઠળના વન વિભાગ અને ગીરગઢડા મામલતદાર સંયુક્ત ટીમ દ્વારા આ પ્લાન્ટ યુનિટને સીલ મારી કાર્યવાહી હાથ ધરી છે.
ગીર(પૂર્વ) વન વિભાગ ધારી હેઠળની જસાધાર રેન્જના કાર્યક્ષેત્ર હેઠળની નવાબંદર રાઉન્ડની ગીરગઢડા રેવન્યુ બીટમાં ગીરગઢડા તાલુકાના વડવીયાળા રેવન્યુ ગામના સં.નં 237 પૈકી 3 પૈકી 2 વાળી જમીનમાં ચાલતા નિલકંઠ ડિહાઇડ્રેશન પ્લાન્ટ યુનિટના ધારક દ્વારા આ જમીન ગીર અભયારણ્યની 10 કિ.મી.ની ત્રીજયામાં સમાવિષ્ટ થતા ગામોની યાદીમાં વડવીયાળા ગામનો સમાવેશ થાય છે.
પરંતુ ખેતીના બિનખેતી ઉપયોગ બાબતે વન વિભાગના સક્ષમ સતાધિકારીનું ના વાંધા પ્રમાણપત્ર મેળવેલ હોવાનું રેકર્ડ પરથી જાહેર થતુ ન હોવાથી નિલકંઠ ડિહાઇડ્રેશન પ્રાઈવેટ યુનિટે વન વિભાગની NOC મેળવ્યા વિના બિનખેતી ઉપયોગ શરૂ કરેલ હતી. વન વિભાગની જોગવાઈ ધ્યાને લઇ તાત્કાલીક અસરથી આ યુનિટ સીલ કરાવવામાં આવ્યું છે.
આમ ગીર અભયારણ્યની ત્રીજ્યામાં આવતી હોવાથી જશાધાર રેન્જ ફોરેસ્ટ ઓફીસર રાજલબેન.ડી. પાઠક, મામલતદાર ગીરગઢડા જી.કે. વાળા, નાયબ મામલતદાર બી.ડી. ગોહીલ તેમજ વિભાગના વી.આર. ચાવડા, એચ.ડી. બારોટ, એચ.ડી. કલાડીયા, ડી.પી. સરવૈયા દ્વારા યુનિટ સીલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.