Gujarat

વલસાડ LCBએ વાપીના UPL બ્રિજ પાસે કારમાં સુરત તરફ લઈ જવાતો 920 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યા

વલસાડ જિલ્લાના પ્રદેશ દાદરા નગર હવેલીના બુટલેગરો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરવા અલગ અલગ કિમીયાઓ અપનાવી રહ્યા છે. વલસાડ જિલ્લા પોલીસ બાતમીદારોની મદદ અને ટેક્નિકલ સર્વેલનની ટીમની મદદ લઈને બુટલેગરોના કિમીયાઓને નિષ્ફળ બનાવવા તત્પર રહે છે. વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડ જિલ્લાના વાપી UPL બ્રિજ પાસેથી સુરત તરફ જતી કારને અટકાવી કારમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડ્યો હતો. વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો સાથે ટેમ્પો ચાલક અને ક્લીનરને 4.40 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. વલસાડ LCBની ટીમ વાપી GIDC પોલીસ મથકે ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લા SP ડો. કરનરાજ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા વલસાડ LCBની ટીમને સૂચના આપી હતી વલસાડ LCB ઉત્સવ બરોટના નેતૃત્વ હેઠળ વલસાડ LCBની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન મળેલી વાતમીના આધારે વલસાડ જિલ્લાને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસથી એક કાર નંબર MH-04-HM-3119માં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી કાર ચાલક વાપી UPL બ્રિજ થઈ સુરત તરફ જવાનો હોવાની વાતવી મળી હતી. મળેલી વાતમીના આધારે વલસાડ LCBની ટીમ UPL બ્રિજ પાસે દારૂ ભરેલી બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી.

જે દરમિયાન સેલવાસ તરફથી આવતી બાતમી વાળી કાર UPL બ્રિજ પાસે આવતા વલસાડ LCBની ટીમે બાતમીવાળી કારને અટકાવી ચેક કરતા કારમાંથી 20 પેટીમાં કુલ 920 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વલસાડ LCBની ટીમ કાર ચાલક 27 વર્ષીય, મોસીન ગુલામ શેખ અને ક્લીનર 20 વર્ષીય દાનીશ રઈસ શેખની ધરપકડ કરી હતી. વલસાડ LCBની ટીમે 1.20 લાખનો વિદેશી દારૂનો જથ્થો, કાર અને 3 મોબાઈલ મળી 4.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વાપી GIDC પોલીસ મથકે ગુનો નોંધી કેસમાં સંડોવાયેલા ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ કરી છે.