Gujarat

ભરૂચ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી હાંસોટમાં કરાઇ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના હસ્તે જિલ્લા કક્ષાના 78 માં સ્વાતંત્ર્ય પર્વની હાંસોટ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે કલેકટરે જિલ્લાવાસી અને દેશના સર્વ નાગરિકોને 78 માં સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી આપણો દેશ અને રાજ્ય અને જિલ્લો ઉતરોઉતર પ્રગતિ કરે તેવી દિશામાં કામ કરવા આહવાન કર્યું હતું.

તેમણે ખુલ્લી જીપમાં પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લામા કોઈ પણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન અને અભિવાદન કર્યું હતું.

જ્યારે ગણવેશ ધારી પોલીસ, હોમગાર્ડ ના જવાનોએ પરેડ યોજીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે જિલ્લાના સાંસદ, ધારાસભ્યો,એસપી સહિત ના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો અને શહેરીજનો હાજર રહ્યા હતા.