રાજકોટના વેરાવળ ગામના અતિ પૌરાણિક જગ્યા માં બિરાજમાન વાસંગી દાદા નાં મંદિર સામે નાં ગાર્ડન મા પેવર બ્લોક ફિટિંગ કરવા નો શુભ પ્રારંભ કરાયો હતો. ઉપરાંત ગામની મહત્વની જગ્યાઓ માં આગામી સમય મા જ્યાં સ્નાન ઘાટ, તેમજ અવેડો સહીત નાં બહુ જૂનાં વર્ષો પેલા થી જર્જરીત હાલત મા જોવા મળતા હતા. વિકાસના કાર્યો કરવામાં આવશે આજના દિવસે ગાર્ડન મા પેવર બ્લોક ફિટિંગ કામગીરી હાલ ચાલુ કરેલ છે. તેમજ સ્નાન ઘાટ, અને અવેડો સહીત નાં નવા રિનોવેસન ની કામગીરી વેરાવળ ના યુવા સરપંચ રવિરાજસિંહ જાડેજા નાં હસ્તે પ્રારંભ કરાયો હતો આગામી સમય મા વેરાવળ ગામના વિકાસ કામોને અવિરત વેગ મળતો મળતો રહે તેવા પ્રયત્નો સરપંચ રવિરાજસિંહ જાડેજા ની સતત દેખરેખ નીચે ગ્રામ પંચાયતના સ્વભંડોળ માંથી 10 લાખના ખર્ચે ગામના દરેક વિસ્તારો મા વિકાસ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે.

