Gujarat

સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક પાસે આવેલ સરકારી પ્રાથમિક કન્યાશાળા નંબર બે ખાતે જીવન કૌશલ્ય વિકાસ મેળો અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં યોજાયા. 

જીવન કૌશલ્ય વિકાસ મેળો વર્ષ ૨૦૨૪-૨૫ ની આજરોજ તારીખ -૩૦ જુલાઈ ૨૦૨૪ ને મંગળવારે શ્રી બ્રાંચ શાળા નંબર બે કન્યાશાળામાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં આ વર્ષની આ શાળાની થીમ હતી પર્યાવરણ જાગૃતિ અભિયાન. આ માટે શાળા નંબર – ૨ નર્સરીનુ આયોજન કરી દરેક શિક્ષક શ્રી અને આચાર્ય શ્રી ને પોતાના વર્ગ ખંડ આગળ રાખવાં માટે કુંડા સાથે શોપીસ છોડ દત્તક આપવામા આવ્યા હતા અને તેનું જતન કરવું જોઈએ વગેરેની જાણકારી આપી હતી, મહેંદી વિભાગ, ગણિત ગમ્મત, સ્ટુડન્ટ ઓફ ધ યર કોમ્પિટિશન, ક્વિઝ,વિજ્ઞાનના ચુંબકીય શક્તિના પ્રયોગો, લોટ બાંધવો, પીરસવું, વગેરે જીવનમાં ઉપયોગી થાય તેવી પ્રવુતિ કાર્ય નું આયોજન કરવામા આવ્યુ હતુ
 
બિપીન પાંધી