Gujarat

ભરૂચ અંકલેશ્વર શહેર અને જી.આઇ.ડી.સી માં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાઓ ડામવામાં તંત્રનું સુચક મૌન

અવારનવાર પ્રસિધ્ધ થતાં અખબારી અહેવાલોને પણ તંત્ર કેમ ધોળીને પી જાય છે?
સાવધાન:સ્પાની ઓથમાં ચાલતા કુટણખાના ઓના દુષણથી તમારા પરીવાર ના સભ્ય કોઇ ગંભીર બિમારી ધરે નથી લય આવ્યાં ને?
ભરૂચ જિલ્લાનો ઔદ્યોગિક ક્ષેત્રે મોટો વિકાસ થતાં જિલ્લાના શહેરી વિસ્તારોમાં ધંધાકીય વિકાસે પણ વેગ પકડ્યો છે,ધંધાકીય વિકાસની વાત પ્રસંશનીય છે પરંતું તેની સાથેસાથે કેટલાક ધંધાઓ એવા પણ વિકસ્યા છે જેની આડમાં અન્ય ગોરખધંધા પણ ચાલતા હોય ! ભરૂચ અંકલેશ્વર જેવા ઔદ્યોગિક નગરોમાં છેલ્લા કેટલાક સમયથી સ્પા અને મસાજ સેન્ટરો પણ ધબકતા થયા છે,સ્પા સેન્ટરોના બોર્ડ લગાવીને તેની આડમાં દેહ વ્યવસાય ચાલતો હોવાની વ્યાપક ફરિયાદો લાંબા સમયથી ઉઠી રહી છે,ત્યારે થોડા સમય અગાઉ પોલીસે અંકલેશ્વર ખાતે કેટલાક સ્પા સેન્ટરોમાં રેઇડ કરતા સ્પાની આડમાં ચાલતા દેહ વ્યવસાયનો પર્દાફાશ થયો હતો.
જોકે ત્યારબાદ ફરીથી આ બદનામ પ્રવૃત્તિ બેરોકટોક ચાલતી થઇ હોવાની વ્યાપક લોકબુમો ઉઠવા છતાં જવાબદાર પોલીસ તંત્ર દ્વારા આ બાબતે કોઇ સક્ષમ કાર્યવાહી ન કરાતા કોઇ પરિણામ મળતું નથી. આ બાબતે અવારનવાર અખબારી માધ્યમો દ્વારા અહેવાલો પ્રસિધ્ધ થયા બાદ પણ તંત્ર જાણે અખબારી અહેવાલોને પણ ધોળીને પી જતું હોય એમ જણાય છે.
ઘણા સ્પા સેન્ટરોમાં બહારથી યુવતીઓ બોલાવીને સ્પાની આડમાં દેહ વ્યવસાય ચલાવાતો હોવાની ફરિયાદો ઉઠવા છતાં બેરોકટોક ચાલતી આ બદનામ પ્રવૃત્તિથી જિલ્લાનો યુવાવર્ગ ખરાબ રવાડે ચઢીને જાણે અજાણે ગંભીર બિમારીઓને ઇજન આપી રહ્યો હોવાની દહેશત વચ્ચે પણ તંત્ર કોઇ સક્ષમ કાર્યવાહી નહિ કરતું હોઇ જિલ્લાના સભ્ય સમાજમાં ચિંતા ફેલાઇ છે. સૂત્રો ની માહીતી અનુસાર મસાજ પાર્લર ના  ફોન નંબર પર હાય(Hi)કરી મેસેજ મોકલો તો રૂપલલનાના ફોટા તમારા ફોન પર સેન્ડ થઈ જાય છે.
એમાં તમારી પસંદગીની રૂપલલના જોઈ રેટ અને સમય નક્કી કરવામાં આવે છે… સ્પાના ધંધાની આડમાં ચલાવાતા દેહ વ્યવસાયના ધંધા દ્વારા લાખો રુપિયાની બેનંબરી આવક ઉભી કરતા આવા ધંધાર્થીઓને ખુલ્લા પાડવા જીએસટી વિભાગે પણ આગળ આવવાની જરૂર જણાય છે, સૂત્ર માહિતી અનુસાર થોડા સમય અગાઉ કોઈક મોટા સ્પા સંચાલકને ત્યાં જીએસટી વિભાગે તપાસ પણ કરી હતી,અને સેવિંગ એકાઉન્ટનું  ટ્રાન્જેક્શન જોઈને જીએસટી વિભાગ પણ ચોંકી ગયાનું લોકમૂખી ચર્ચા એ પણ જોર પકડ્યુ હતુ? ત્યારે સ્પાની આડમાં બેરોકટોક ચાલતા દેહ વ્યવસાયનું દુષણ યુવાવર્ગમાં એઇડ્સ જેવી ગંભીર બિમારીઓનું કારણ બને તે પહેલા જિલ્લાનું જવાબદાર તંત્ર  લોકહીતમાં આ બાબતે અસરકારક ભુમિકા અપનાવવા આગળ આવે તે જરૂરી છે.
વિરલ ગોહિલ, ભરૂચ