Gujarat

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ એસ.એમ.જી.કે.શૈક્ષણિક  સંકુલમાં ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

તારીખ ૧-૧૦-૨૪ને  મંગળવારના રોજ એસ.એમ.જી.કે.શૈક્ષણિક સંકુલમાં ગાંધી જયંતીના અનુસંધાને સ્કૂલમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને સ્વચ્છતા અભિયાન.અને એક પાત્રીય અભિનય અને ગાંધીજીના વિચારો રજૂ કરતી એક સ્પીચ રાખેલ તેમાં વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો
જે વિદ્યાર્થીઓના ચિત્રમાં અને નિબંધમાં નંબર આવ્યા હતા તે વિદ્યાર્થીને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ગાંધીજીના વિચારો સંકુલના એકેડેમી ડાયરેક્ટર બોદર  સાહેબે સૌ બાળકોને સંભળાવ્યા હતા તેમજ જે કોઈ ભાગ લીધો હતો તેઓને અભિનંદન આપ્યા હતા
બિપીન પાંધી