Gujarat

વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર વન વિભાગ હેઠળ જિલ્લાની 10 રેન્જમાં જુદા જુદા કાર્યક્રમો યોજાશે

સમગ્ર ગુજરાતમાં 2જી ઑક્ટોબરથી 8 ઑક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે. તેમાં છોટાઉદેપુર વન વિભાગ હેઠળ 10 રેન્જમાં જુદા જુદા કાર્યક્ર્મો કરવામાં આવનાર છે.
તે પૈકી આજરોજ છોટાઉદેપુર રેન્જ કચેરી ડિવિજન કચેરી અને સ્ટાફ ક્વાર્ટર અને નર્સરીઓમાં સાફસફાઈ અને સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમને સાર્થક કરવા અને વન્ય પ્રાણી સરંક્ષણ અને સંવર્ધન થાય અને પ્રજાજનોમાં જાગૃતિ લાવવાના કાર્યક્રમો હાથ ધરેલ છે.
જેમાં પૂરા સપ્તાહ દરમિયાન અનેક કાર્યક્ર્મ યોજાનાર છે. આ સફાઈ અભિયાનમાં વનપાલ, વનરક્ષક અને રોજમદાર ભાઇ બહેનો જોડાયા હતા. એમ છોટાઉદેપુર રેન્જના RFO નિરંજન રાઠવાએ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર