Gujarat

વિસાવદરના કર્મઠ ભાજપ કાર્યકરે લોકચાહના વચ્ચે રાજકીય ક્ષેત્રે સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી

વિસાવદરના કર્મઠ ભાજપ કાર્યકરે લોકચાહના વચ્ચે રાજકીય ક્ષેત્રે સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી

વિસાવદર પટેલ સમાજમાં તા.૨૧-૯-૨૦૨૪ ના રોજ ભાજપના સક્રિય કાર્યકર રમણીકભાઈ દુધાત્રા તથા શ્રીમતી વિમળાબેન દુધાત્રા દંપતીએ આગામી હવે પછીની રાજકીય ક્ષેત્રની કોઈપણ ચૂંટણી ન લડવાનો મક્કમ નિર્ધાર સાથે જાહેરાત કરેલ. છેલ્લા વર્ષો થયા વિસાવદર નગરપાલિકાના કોર્પોરેટર તરીકેનું સ્થાન ટકાવી રાખનાર રમણીકભાઈ દુધાત્રાએ પોતાના માનવંતા મતદારોએ આપેલ અદભુત સહકાર તેમજ પક્ષના કાર્ય કરતાં મિત્રોએ સહયોગ આપવા બદલ ઋણ સ્વીકારવા માટે અત્રે પટેલ સમાજ ખાતે ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
કાર્યક્રમની મંગલ શરૂઆત દુધાત્રા પરિવારના વડિલ વિનુભાઈ દુધાત્રાના અધ્યક્ષ સ્થાને આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. બાદ બ્રિજેશ દુધાત્રાએ ઉપસ્થિત તમામનું શાબ્દિક સ્વાગત કરેલ. ત્યારબાદ ઉપસ્થિત તમામ મહાનુભવો, આમંત્રિત મહેમાનો, ભાઈઓ, બહેનો ઉપર પુષ્પવૃષ્ટિ કરી સૌને સન્માનિત કરેલ.
બાદ રમણીકભાઈ દુધાત્રાએ જણાવેલ કે આજ દિવસ સુધી વિસાવદર નગરપાલિકા કોર્પોરેટર ચૂંટણીમાં વોર્ડ નં.૫ ના મતદારો તથા પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓએ લાગણીસભર સહયોગ આપેલ તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તે સાથે રાજીપો વ્યક્ત કરેલ. સાથોસાથ જણાવેલ કે ચૂંટણી ન લડવાનો સંકલ્પ કર્યો છે. પરંતુ આગામી સમયમાં પાર્ટીના સંગઠન ક્ષેત્રે પુરા કદ સાથે કામ કરીશ, અને લોકોની સેવા માટે હંમેશા તત્પર રહીશ.
બાદ રૂણ સ્વીકાર કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવો હર્ષદભાઈ રીબડીયા, ભુપતભાઈ ભાયાણી (પૂર્વ ધારાસભ્યશ્રીઓ), વિપુલભાઈ કાવાણી (જી.પં.સદસ્ય), ભરતભાઈ કોટડીયા (તા.પં.ઉપપ્રમુખ), કરસનભાઈ વાડદોરીયા તા.કોં.પ્રમુખ), ઘનશ્યામભાઈ સાવલિયા (શાયોના ગ્રુપ લીડર), સી.વી.જોશી (વરિષ્ઠ પત્રકાર) એ પોતાના પ્રસંગિક ઉદબોધનમાં જણાવેલ કે રમણીકભાઈ દુધાત્રા તથા તેમના ધર્મપત્ની વિમળાબેન દુધાત્રાએ રાજકીય ક્ષેત્રે સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરેલ, તે બદલ અભિનંદન પાઠવેલ. સાથોસાથ ભૂતકાળમાં કરેલ લોકસેવાના કામોને વધુ વેગ આપીશ, તેની ખાત્રી આપેલ. રમણીકભાઈ દુધાત્રા શહેરની અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલ હોય, મતદારો તથા સમાજ અને રાજકીય ક્ષેત્રે બહોળુ મિત્ર વર્ગ ધરાવનારા, સૌના પ્રીતિ પાત્ર, સૌની સાથે લાગણીનો ધરોબો રાખનાર, નાની ઉંમરમાં રાજકીય ક્ષેત્રે પોતાની ઓળખ ઉભી કરી, બીજાને તક આપવા નિવૃત્તિ જાહેર કરેલ. જે રાજકીય ક્ષેત્રના લોકો માટે એક પ્રેરણાદાયી ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલ.
બાદ કાર્યક્રમના અંતમાં રમણીકભાઈ દુધાત્રાએ સંબંધોના સરવાળાઓ સાથે આપ સૌ તરફથી મળેલ અનહદ લાગણીઓ પ્રત્યે રાજીપો વ્યક્ત કરતાં આભાર વ્યક્ત કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આર.એન.ગોહેલે કરેલ. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો, રાજકીય અગ્રણીઓ, ભાઈઓ,બહેનો, બાલદેવો ઉપસ્થિત રહેલ. અંતમાં અલ્પાહાર સાથે કાર્યક્રમના આનંદને વ્યક્ત કરેલ.
*સી. વી. જોશી વિસાવદર*

IMG-20240922-WA0026-5.jpg IMG-20240922-WA0027-4.jpg IMG-20240922-WA0024-3.jpg IMG-20240922-WA0030-2.jpg IMG-20240922-WA0029-1.jpg IMG-20240922-WA0028-0.jpg