Gujarat

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ ૨૦૨૪નો શુભારંભ

તા. ૧૦ જાન્યુઆરીના રોજ સરકારી કચેરીઓ સવારે ૧૦.૩૦ વાગ્યાને બદલે બપોરે ૧૨ વાગ્યે શરૂ થશે

તા. ૧૦-૧૧-૧૨ જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનો શુભારંભ થવાનો છે. જેમાં દેશ વિદેશના ડેલીગેટ્‌સ, વિવિધ રાજ્યોના પ્રતિનીધીઓ, રોકાણકારો, ઉદ્યોગપતિઓ, કેન્દ્ર તથા વિવિધ રાજ્યના મંત્રીઓ, ઉદ્યોગગૃહના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહેવાના છે. આ સમયગાળા દરમ્યાન મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર, ગાંધીનગર તરફ વી.વી.આઇ.પી મહાનુભાવોના વાહનોની અવર જવર રહેશે. જેના કારણે ટ્રાફીકની સમસ્યા ન ઉદભવે તથા વી.વી.આઇ.પી.ઓની સલામતીને ધ્યાનમાં રાખીને તા. ૧૦/૦૧/૨૦૨૪, બુધવારના રોજ ગાંધીનગર સ્થિત તમામ સરકારી કચેરીઓ શરૂ થવાનો સમય સવારે ૧૦.૩૦ના બદલે બપોરે ૧૨ઃ૦૦ વાગ્યાનો રહેશે તેમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

File-02-Page-Ex-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *