મેંદરડા કૃષ્ણનગર સોસાયટી ખાતે ધામધૂમ પૂર્વક વિઘ્નહર્તા શ્રી ગણેશ ઉત્સવની ઉજવણી
કૃષ્ણનગર સોસાયટીના રહીશો દ્વારા હરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે મેંદરડાના એસટી બસ સ્ટેશન પાછળ આવેલ કૃષ્ણ નગર સોસાયટી ખાતે શ્રી સ્વામિ નારાયણ મંદિર ના પટાંગણ માં ગણેશ ઉત્સવ સમિતી ની બહેનો દ્વારા પોતાના હાથે બનાવેલ વિવિધ વાનગી ઓનો વિઘ્નહર્તા ગણપતિ દાદા ને અન્નકોટ અને છપ્પન ભોગ નો પ્રસાદ ધરવામાં આવ્યો હતો વિઘ્નહર્તા શ્રી ગણેશજીને રિઝવવા બહોળી સંખ્યામા ભાવીકો ઉંમટી પડ્યા હતા અને અન્નકોટ ના દર્શન નો લાભ લીધો હતો તેમજ મહા આરતી નુ પણ આયોજન રાખવામાં આવ્યુ હતું બહેનો દ્વારા રાસ ગરબા ની રમઝટ બોલાવતા લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા
અહેવાલ કમલેશ મહેતા મેંદરડા



