Gujarat

માળિયા હાટીના તાલુકાનું.ગામ.કાણેક..કાણેક ગામના યુવાનો દ્વારા જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રદાન કર્યું

માળિયા હાટીના તાલુકાના કાણેક ગામના સેવાભાવી યુવાન વિશ્વજીતસિંહ યાદવ દ્વારા આ વર્ષ દિવાળી ના પાવન પર્વે પર જરૂરિયાતમંદ લોકો માટે એક વસ્ત્રદાન અને ફરસાણ નું અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું તેમાં વધુમાં વધુ લોકો પાસે વસ્ત્રદાન એકઠા કરી અને જરૂરિયાતમંદ લોકો અને પરિવાર સુધી પહોંચાડી અને તેમના ચહેરા પર ખુશી પ્રતીક લઈ આવ્યા હતા અને આ યુવાન દ્વારા “માનવ સેવા એજ પ્રભુ સેવા” આ મંત્રને ચરિતાર્થ કર્યો છે અને ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.આ અભિયાન માં વિશ્વજીતસિંહ યાદવ, આશિષ યાદવ, પ્રશાંત યાદવ, દીપજય યાદવ, પ્રસિદ્ધ યાદવ, કેયુર યાદવ, ભાવિન યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.