Gujarat

ઊનાના આમોદ્રાની જીવાદોરી સમાન ખોડિયાર તળાવ ઓવરફ્લો થતા ગ્રામજનોએ હર્ષોલ્લાસ સાથે નવાનીર નાં વધામણાં કર્યા.

ઊના ગિરગઢડા પંથકમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલ વરસાદ નાં કારણે આમોદ્રા ઉના રોડ પર આવેલ આમોદ્રા નાં પ્રજાજનોની જીવાદોરી સમાન ખોડિયાર મંદિર સામે આવેલ તળાવ કમ કોઝવે ચાલુ સિઝન માં પ્રથમવાર ઓવરફ્લો થયેલ હોય આમોદ્રા વાસીઓએ હર્ષોલ્લાસ સાથે માં ખોડિયાર અને વરુણ દેવ નાં જયજયકાર સાથે નવાનીર નાં વધામણાં કરેલ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમ્યાન આ તળાવ ઓવર ફલો થવાથી એમાં થતાં પાણી નાં સંગ્રહ નાં લીધે આમોદ્રા ગામ અને સીમતળ માં મહત્તમ પાણી નો વધારો થાયછે જેના લીધે પાણી નો પ્રશ્ન ઉકેલાઈ જતો હોય છે પરંતુ દર વર્ષે ચોમાસામાં બે ત્રણ વાર ઓવરફ્લો થતું આ તળાવ ચાલુ સાલે આમોદ્રા પંથકમાં ઓછા વરસાદ ના લીધે ભરાયેલ નહીં પણ સિઝન ના અંતે છેલ્લા બેદીવસ થી વરસી રહેલ સારા વરસાદ નાં લીધે ઓવરફ્લો થવાથી પ્રજાજનોમાં આનંદ વ્યાપેલ છે.