ઉના ચેકપોસ્ટના તમામ પોલીસ કર્મચારીઓ ભાગી ગયા પણ એક વચેટિયો ઝડપાઈ ગયો
તોડબાજીના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં બેઆબરૂ થનારી ગુજરાત પોલીસના વધુ એક તોડકાંડનો વીડિયો વાયરલ થયો છે.ગીર સોમનાથ જિલ્લાની ઉના પોલીસ પ્રવાસીઓ પાસેથી ખોટી રીતે તોડપાણી કરી રહી છે પ્રતિ વ્યક્તિ ૨૧-૨૧ હજાર રૂપિયાની વસૂલી કરી રહી છે. જે પ્રવાસીઓ દીવમાંથી ગુજરાતની બોર્ડરમાં પ્રવેશે છે તે પ્રવાસીઓને પકડીને ગીર સોમનાથની પોલીસ ધાકધમકી આપીને પૈસા પડાવી રહી હોવાનો વીડિયો વાયરલ થયો છે. છઝ્રમ્એ ૩૦ ડિસેમ્બરે એક છટકું ગોઠવ્યું હતું.
જેમાં ગીર સોમનાથની ઉના ચેકપોસ્ટના તમામ પોલીસ કર્મચારીઓ ભાગી ગયા હતા પરંતુ એક નીલેશ તડવી નામનો એક વચેટિયો ઝડપાઈ જતાં તેના ફોનમાંથી એવા મોટા ખુલાસા થયા છે કે ગુંડાઓનું માથું પણ શરમથી ઝૂકી જાય. ખાખીના વેશમાં કામ કરતા ગુંડાઓ રીતસર પ્રવાસીઓને લૂંટતા હતા. જાે કે છઝ્રમ્એ પુરાવાના આધારે પીઆઈ એન. કે. ગોસ્વામી અને છજીૈં નીલેશ મહિયા સામે ફરિયાદ નોંધી છે. તેના પછીનો આ વીડિયો છે તે વાયરલ થયો છે.
આ વીડિયોમાં વધુ એક પોલીસ કર્મચારી પ્રવાસીઓને ડરાવી ધમકાવીને ખોટી ફરિયાદ નોંધીને તોડબાજી કરી રહ્યો છે. એટલે કે ઁૈં એન. કે. ગોસ્વામી અને છજીૈં નીલેશ મહિયા તો માત્ર છીંડે ચડ્યા ચોર છે. હકીકતમાં અન્ય પોલીસ કર્મચારીઓ પણ પ્રવાસીઓ પાસેથી તોડ કરતા હોવાનો આ પુરાવો છે. લાંચિયા ઁૈં એન. કે. ગોસ્વામીના આદેશથી બોર્ડર પર સહેલાણીઓ પાસેથી તોડ કરવામાં આવતો હતો. તોડ કરવા માટે પોલીસે પોતાના વચેટિયાઓ રાખ્યા હતા. તેમાંથી એક વચેટિયો ઝડપાઈ ગયો છે.

